સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, માલિક સહિત ત્રણ લોકો સામે નોંધાયો ગુનો

વાવડી(બુ) વિસ્તારમાં આવેલા અપ્સરા સ્પા મસાજ સેન્ટરમાંથી દેહ વ્યાપાર પ્રવૃતિ ઝડપાઈ છે. પેરોલ ફર્લો અને AHTU ટીમે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્પા સેન્ટરમાંથી એક આરોપી ઝડપાયો હતો.

સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, માલિક સહિત ત્રણ લોકો સામે નોંધાયો ગુનો

જ્યેન્દ્ર ભોઈ, પંચમહાલ: પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે સ્પા માલિક સહિત ત્રણ લોકો સામે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પોલીસે રોકડા 92 હજાર, સાત મોબાઈલ ફોન સહિત મળી કુલ 1.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી(બુ) વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. વાવડી(બુ) વિસ્તારમાં આવેલા અપ્સરા સ્પા મસાજ સેન્ટરમાંથી દેહ વ્યાપાર પ્રવૃતિ ઝડપાઈ છે. પેરોલ ફર્લો અને AHTU ટીમે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્પા સેન્ટરમાંથી એક આરોપી ઝડપાયો હતો.

જો કે, દરોડા દરમિયાન ત્રણ યુવતીઓ પણ ઉપસ્થિત હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી. પોલીસે સ્પા માલિક આણંદના મોહમ્મદ વોરા અને મેનેજર સહિત ત્રણ સામે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે રોકડા 92 હજાર, સાત મોબાઈલ પોન સહિત કુલ મળીને 1.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અન્ય સમાચાર અહીં વાચો:-

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news