BJPએ મમતા બેનર્જી પર લગાવ્યો આરોપ, પ્રશાસને સ્મૃતિ ઈરાની અને યોગીની રેલીઓ રદ્દ કરી 

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની રેલીઓને છેલ્લી ઘડીએ મંજૂરી ન આપી. ભાજપના નેતા સુનીલ દેવધરે સોમવારે આ જાણકારી આપી. 

BJPએ મમતા બેનર્જી પર લગાવ્યો આરોપ, પ્રશાસને સ્મૃતિ ઈરાની અને યોગીની રેલીઓ રદ્દ કરી 

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણી પૂરી થવાને આરે છે. છેલ્લા તબક્કાનું મતદાન 19મી મેના રોજ છે. રાજકીય પક્ષો આ માટે તાબડતોડ પ્રચાર કરી રહ્યાં છે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની રેલીઓને છેલ્લી ઘડીએ મંજૂરી ન આપી. ભાજપના નેતા સુનીલ દેવધરે સોમવારે આ જાણકારી આપી. 

— ANI (@ANI) May 13, 2019

સુનીલ દેવધરે કહ્યું કે યોગી આદિત્યનાથ 24 પરગણા જિલ્લાની 5 લોકસભા બેઠકો પર 15મી મેના રોજ રેલીઓ કરવાના હતાં. પરંતુ ચૂંટણી પંચે છેલ્લી ઘડીએ મંજૂરી આપવાની ના પાડી દીધી. દેવધરે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી અને અમેઠીમાં રાહુલ ગાંધી સામે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની મંગળવારે પશ્ચિમ બંગાળ આવવાના હતાં. ઈરાની માટે જાધવપુરમાં એક આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ચૂંટણી પંચે છેલ્લી ઘડીએ મંજૂરી આપવાની ના પાડી દીધી. 

— ANI (@ANI) May 13, 2019

ન્યૂઝ એજન્સી એએનઆઈના વીડિયોમાં સુનીલ દેવધરે સ્થાનિક ચૂંટણી અધિકારી પર આરોપ લગાવતા કહ્યું કે પોલીસ, પ્રશાસન અને ડીએમ રત્નાકર રાવ તૃણમૂ કોંગ્રેસ (ટીએમસી)ના દલાલ બની બેઠા છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ ભેદભાવ કરી રહ્યું છે અને ટીએમસીની દલાલી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે 24 પરગણા જિલ્લાના ડીએમ રત્નાકર રાવને તત્કાળ હટાવી દેવા જોઈએ. તેમના રહેવાથી નિષ્પક્ષ ચૂંટણી થઈ શકશે નહીં. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે સ્થાનિક ચૂંટણી અધિકારીએ ભાજપના અધ્યક્ષ અમિત શાહને જાધવપુરમાં રેલી કરવાની મંજૂરી આપી નહતી અને તેમના હેલિકોપ્ટરને પણ લેન્ડ થવા દીધુ નહીં. જેના વિરોધમાં સેંકડો ભાજપ કાર્યકર્તાઓએ સુનીલ દેવધરના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસ બહાર પ્રદર્શન કર્યું. આ દરમિયાન સુનીલ દેવધરે સ્થાનિક ચૂંટણી અધિકારી સહિત પ્રશાસન અને મમતા બેનર્જી પર ગંભીર આરોપ લગાવ્યાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news