કમલ હાસનના વિવાદિત નિવેદનથી ભાજપ નારાજ, ચૂંટણી પંચને કમલ પર પ્રતિબંધ મુકવા કર્યું સુચન
ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે ચૂંટણી પંચમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કમલ હાસને બળવો પોકારવાના હેતુ સાથે કરોડો હિન્દુઓની લાગણીઓ દુભાવાય તેવું નિવેદન આપ્યું છે
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં સત્તામાં રહેલા પક્ષે સોમવારે ચૂંટણી પંચને જાણિતા અભિનેતા અને તમિલનાડુની પાર્ટી MNMના અધ્યક્ષ કમલ હાસનના ચૂંટણી પ્રચાર પર પાંચ દિવસનો પ્રતિબંધ લગાવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, કમલ હાસને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને આઝાદ ભારતનો 'પ્રથમ હિન્દુ આતંકવાદી' જણાવ્યો હતો. ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે ચૂંટણી પંચમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કમલ હાસને બળવો પોકારવાના હેતુ સાથે કરોડો હિન્દુઓની લાગણીઓ દુભાવાય તેવું નિવેદન આપ્યું છે.
કમલ હાસન અરાવાકુરિચિ વિદાનસભા વિસ્તારમાં પોતાની પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરવા માટે આયોજિત ચૂંટણી રેલીમાં 'પ્રથમ હિન્દુ આતંકવાદી'વાળું નિવેદન આપ્યું હતું. આ ચૂંટણી ક્ષેત્રમાં 19મેના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. ફરિયાદમાં જણાવાયું છે કે, હાસને 'ભારતની ાઝાદી પછી પ્રથમ આતંકવાદી હિન્દુ છે' એવું કહ્યું છે.
કમલ હાસનની ટિપ્પણીને ભ્રષ્ટ આચરણ તરીકે સ્થાપિત કરતા ફરિયાદમાં જણાવાયું છે કે, "આ નિવેદન મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારમાં ભીડની હાજરીનો ચૂંટણીમાં ફાયદો લેવા માટે જાણીજોઈને આપવામાં આવ્યં છે. જે જનપ્રતિનિધિત્વ અધિનિયમની 1951ની ધારા 123(3) અંતર્ગત સ્પષ્ટ રીતે ભ્રષ્ટ આચરણ છે."
ફરિયાદમાં દાવો કરાયો છે કે, ભારતીય સમુદાયો વચ્ચે સૌહાર્દ અને ભાઈચારાનું વાતાવરણ ડહોળવા માટે આ નિવેદન આપવામાં આવ્યું છે, જે ભારતીય દંડ સંહિતાની ધારા 153એ અંતર્ગત દંડનીય છે. સાથે જ બંધારણની ધારા 324ને ધ્યાનમાં રાખીને કમલ હાસનના ચૂંટણી પ્રચાર પર ઓછામાં ઓછો 5 દિવસનો પ્રતિબંધ મુકવો જોઈએ. તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને તેમની પાર્ટીની નોંધણી રદ્દ કરવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે