મધ્ય પ્રદેશમાં ભાજપે બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો 'દ્રષ્ટિ પત્ર', દર વર્ષે 10 લાખ નોકરીનું વચન
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે ભાજપે 'દ્રષ્ટિ પત્ર' નામના ઘોષણાપત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરાને જાહેર કર્યો છે.
Trending Photos
ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે ભાજપે 'દ્રષ્ટિ પત્ર' નામના ઘોષણાપત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરાને જાહેર કર્યો છે. પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો, યુવાઓ અને મહિલાઓ સંબંધિત મુદ્દાઓને સૌથી વધુ મહત્વ આપતા આ અંગે અનેક યોજનાઓની જાહેરાત કરી. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દ્રષ્ટિપત્ર નામના પોતાના ચૂંટણી ઢંઢેરાને જાહેર કર્યો. અત્રે જણાવવાનું કે છત્તીસગઢમાં જારી કરાયેલા સંકલ્પ પત્રની તર્જ પર દ્રષ્ટિપત્ર જારી કરવામાં આવ્યું છે.
ભાજપનો ચૂંટણી ઢંઢેરો બહાર પડ્યો
અત્રે જણાવવાનું કે ભાજપના આ ઘોષણાપત્રમાં સમગ્ર ફોકસ પ્રદેશના યુવાઓ અને ખેડૂતો પર રાખવામાં આવ્યું છે. આ સાથે જ પાર્ટીએ મહિલાઓ માટે પણ અનેક મેગા પ્લાન તૈયાર કર્યા છે. મહિલાઓના મુદ્દાને ધ્યાનમાં રાખતા પાર્ટીએ અલગથી ઘોષણાપત્ર જારી કર્યુ છે. આ સાથે જ ખેડૂતોની ઉપજ નિકાસ માટે માટે એક પોર્ટ બનાવવાની પણ ભાજપે જાહેરાત કરી છે. ભાજપનો આ ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો તે વખતે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, થાવરચંદ ગહલોત, પ્રભાત ઝા, રાકેશ સિંહ, કૈલાશ વિજયવર્ગીય, વિનય સહસ્ત્રબુદ્ધે, અને સંબિત પાત્રા પણ ભાજપના કાર્યાલયમાં હાજર રહ્યાં.
સ્માર્ટસિટીની જેમ સ્માર્ટગામ
પોતાના ઘોષણાપત્રમાં રાહુલના કર્જમાફીનો તોડ પણ કાઢી લીધો છે. ભાજપે ખેડૂતોને પ્રતિ એકરના હિસાબે બોનસ આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ વિકાસના મુદ્દા પણ ભાજપના ઘોષણાપત્રનો મહત્વનો હિસ્સો રહ્યો. પાર્ટીએ પ્રદેશના તમામ શહેરોને સિક્સલેન સાથે જોડવાનું વચન આપતા સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ ગામ બનાવવાની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત ભાજપ મધ્ય પ્રદેશને લોજિસ્ટક હબ બનાવવાની સાથે જ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ખાનગી સંસ્થાઓને વધુ તક આપશે તેવું પણ વચન આપ્યું છે.
ચૂંટણી ઢંઢેરાની મહત્વની જાહેરાતો....
પોતાના ઘોષણાપત્રમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે દરેક ગરીબને પાક્કુ મકાન, દરેક ઘરમાં વીજળી અને એસસી-એસટી વર્ગ માટે મોટી યોજનાઓની જાહેરાત કરી. પાર્ટીએ વિશેષ જનજાતિ માટે પ્રતિ માસ એક હજાર રૂપિયા ભથ્થુ આપવાની પણ જાહેરાત કરી. વ્યાપારીઓ માટે વ્યાપારી કલ્યાણ કોષ, વેતન વિસંગતિઓને દૂર કરવા માટે નવા વેતન આયોગ અને બેરોજગારી દૂર કરવા માટે એક હાથ, એક કાજ યોજના હેઠળ દર વર્ષે 10 લાખ રોજગાર આપવાની જાહેરાત કરવામાં આવી. આ સાથે જ પાર્ટીએ જે પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી તેવા સામાન્ય વર્ગના તે પરિવારોના બાળકોનો ખર્ચ પણ ઉઠાવવાનું વચન આપ્યું છે. પાર્ટીએ ખેડૂતો પર ફોકસ કરતા લઘુ કિસાન સ્વાવલંબન યોજના લાવવાની જાહેરાત કરી. તથા સિંચાઈનું વાવેતર 82,000 હેક્ટર કરવા અને ખેડૂત સમૃદ્ધિ કોરિડોરની સ્થાપના કરવાનું પણ વચન આપ્યું.
મહિલાઓ માટે ખાસ જાહેરાતો...
- જનની એક્સપ્રેસની સંખ્યા બમણી કરાશે.
- 12મીમાં 75 ટકાથી વધુ અંક લાવશે તે વિદ્યાર્થીનીઓને એક સ્કૂટી અપાશે.
- 60 વર્ષથી ઉપરની મહિલાઓને ફ્રી બસ સેવા.
- મહિલા સશક્તિકરણ માટે સ્વસહાયતા સમૂહો, તેજસ્વિની દ્વારા સ્વરોજગારને અભિયાન બનાવવાની જાહેરાત.
- મહિલાઓને પંચાયત અને નગરીય સ્વાયત્ત સંસ્થાઓમાં 50 ટકા અનામત.
- વિદ્યાર્થીની પ્રતિ મલ્ટી ડાઈમેન્શલ પ્રાથમિકતા સુનિશ્ચિત કરવા માટે સ્વાગતમ લક્ષ્મી યોજનાની શરૂઆત.
- છાત્રાવાસોની ક્ષમતા આગામી પાંચ વર્ષોમાં બમણી કરવાનું લક્ષ્ય.
- વિદ્યાર્થીનીઓ માટે ઈન્ટરનેટ કનેક્શન અને અત્યાધુનિક રીડિંગ રૂમથી લેસ વિજયા લર્નિંગ સેન્ટરની સ્થાપના.
- છોકરીઓના સેનેટરી ઉત્પાદકો સુધી પહોંચ સુનિશ્ચિત કરવા માટે 'મુક્તા યોજના'ની શરૂઆત.
- અભ્યાસ છોડી ચૂકેલી મહિલાઓને અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે 'ઝલકારી બાઈ નિરંતર શિક્ષા પરિયોજના'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે