ટ્રેન પર લટકીને ગિરનાર પરિક્રમામાં પુણ્યનું ભાથુ લેવા નીકળ્યા શ્રદ્ધાળુઓ, ડ્રોનથી લેવાયો Video

ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા લોકો ટ્રેનના ડબ્બા ઉપર ચઢીને લિલી પરિક્રમામા જતા જોવા મળ્યા હતા. ઢસાથી જૂનાગઢ જતી ટ્રેનમાં લોકોની ભારે ભીડ જોવા મળી. લોકો ટ્રેનના એન્જિન ઉપર તેમજ ડબ્બા ઉપર ચઢીને જોખમી મુસાફરી કરી રહ્યાં છે.

ટ્રેન પર લટકીને ગિરનાર પરિક્રમામાં પુણ્યનું ભાથુ લેવા નીકળ્યા શ્રદ્ધાળુઓ, ડ્રોનથી લેવાયો Video

ગિરનાર/ગુજરાત : બે દિવસ બાદ 19 નવેમ્બરથી ગિરનાર પરિક્રમાનો પ્રારંભ થવાનો છે. પરંતુ ભવનાથમાં લોકોની ભીડ જોતા બે દિવસ પહેલા શનિવાર જ પરિક્રમા માટે દરવાજા ખોલી દેવાયા હતા. આ વર્ષે મોટી સંખ્યામાં લોકો ગિરનારની પરિક્રમા કરવા નીકળી પડ્યા છે. પણ કેટલાક શ્રદ્ધાળુઓ જોખમી મુસાફરી કરીને પુણ્યનું ભાથુ લેવા નીકળી પડ્યા છે. રેલવેના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યાં છે. હાલ ગિરનાર તરફ જતી ટ્ર્રેનોમાં ભીડ હોવાને કારણે શ્રદ્ધાળુઓ ટ્રેન પર ચઢીને પ્રવાસ કરી રહ્યાં છે. ટ્રેનમાં થઈ રહેલી આ જોખમી મુસાફરીનો નજારો ડ્રોન કેમેરાથી કેદ કરાયો છે.  

ટ્રેન પર આખી જોખમી મુસાફરી કરી રહેલા લોકોને પોલીસ દ્વારા લાખ સમજાવવાના પ્રયાસો કરાયા છતા તેઓ માનવા તૈયાર નથી. ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા લોકો ટ્રેનના ડબ્બા ઉપર ચઢીને લિલી પરિક્રમામા જતા જોવા મળ્યા હતા. ઢસાથી જૂનાગઢ જતી ટ્રેનમાં લોકોની ભારે ભીડ જોવા મળી. લોકો ટ્રેનના એન્જિન ઉપર તેમજ ડબ્બા ઉપર ચઢીને જોખમી મુસાફરી કરી રહ્યાં છે. પોલીસ દ્વારા પ્રવાસીઓને નીચે ઉતારવા માટે ઘણી મહેનત કરવામાં આવી હતી, પરંતુ લોકો માન્યા ન હતા. ટ્રેનની ઉપર ચઢીને ભવનાથ તરત જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ સેલ્ફીના ચક્કરમાં હરમડિયા ગામ પાસે તાર અડી જતા એક યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 

ભવનાથ તરફ જતા દરેક રસ્તા પર ટ્રાફિક
ગિરનાર પરિક્રમા હોઈ હાલ ભવનાથ તરફ જતા દરેક રોડ, રસ્તા, રેલવેમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. એક તરફ મુસાફરો ટ્રેનમાં ઉપર ચઢીને પ્રવાસ કરી રહ્યા છે. તો બીજી તરફ એસ.ટી. વિભાગે પણ બસોની સંખ્યા વધારી છતાં ટ્રાફિક જામ થયો છે. કારણ કે, આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news