BJPએ 6 ઉમેદવારોની યાદી બહાર પાડી, પુત્રને ટિકિટ મળતા બીરેન્દ્ર સિંહની રાજીનામાની રજુઆત

લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. ભાજપની આ યાદીમાં 6 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. જેમાં મધ્ય પ્રદેશના 3, રાજસ્થાનના એક અને હરિયાણાના 2 ઉમેદવારોના નામ સામેલ છે. જેમાં સૌથી પ્રમુખ નામ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી બીરેન્દ્ર સિંહના પુત્ર વૃજેન્દ્ર સિંહનું છે. ભાજપે વૃજેન્દ્ર સિંહને હરિયાણાના હિસારથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. 

BJPએ 6 ઉમેદવારોની યાદી બહાર પાડી, પુત્રને ટિકિટ મળતા બીરેન્દ્ર સિંહની રાજીનામાની રજુઆત

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. ભાજપની આ યાદીમાં 6 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. જેમાં મધ્ય પ્રદેશના 3, રાજસ્થાનના એક અને હરિયાણાના 2 ઉમેદવારોના નામ સામેલ છે. જેમાં સૌથી પ્રમુખ નામ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી બીરેન્દ્ર સિંહના પુત્ર વૃજેન્દ્ર સિંહનું છે. ભાજપે વૃજેન્દ્ર સિંહને હરિયાણાના હિસારથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. 

આ બાજુ હિસારથી પુત્ર વૃજેન્દ્ર સિંહને ભાજપની ટિકિટ મળતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ચૌધરી બીરેન્દ્ર સિંહ આજે પોતાના રાજીનામાની પેશકશ કરી છે. જેના પર તેમનું કહેવું છે કે, 'હું ચૂંટણી રાજકારણથી દૂર રહેવા માંગુ છું. પરંતુ સંગઠનનું કામ કરવા માટે હંમેશા તૈયાર રહીશ. અમારી પાર્ટી પરિવારવાદથી દૂર રહેવાની વાત કરે છે, આથી મેં આ પગલું ભર્યું છે.'

ચૌધરી બીરેન્દ્ર સિંહનું કહેવું છે કે આવામાં મારું માનવું હતું કે જ્યારે મારા પુત્રને ટિકિટ મળશે તો મારે રાજ્યસભા અને મંત્રીપદેથી રાજીનામું આપી દેવું જોઈએ. આથી મેં પાર્ટી અધ્યક્ષ અમિત શાહને આ અંગે લખ્યું છે. હવે મેં આ વિશેનો નિર્ણય પાર્ટી પર છોડી દીધો છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ભાજપે આજે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં કુલ 6 નામ સામેલ છે. જેમાં હરિયાણાના હિસારથી વૃજેન્દ્ર સિંહ અને રોહતકથી અરવિંદ શર્માને ટિકિટ અપાઈ છે. જ્યારે મધ્ય પ્રદેશના ખજુરાહોથી વિષ્ણુ દત્ત શર્મા, રતલામથી જીએસ દમોર, ધારથી દત્તર સિંહ  દરબારને ટિકિટ અપાઈ છે. આ ઉપરાંત રાજસ્થાનના દૌસાથી જસકૌર મીણાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news