ભાજપનો વળતો પ્રહાર, કોંગ્રેસે પેટ્રોલનો બોઝ બાળકો પર નાખ્યો અમે ઉતાર્યો
Trending Photos
નવી દિલ્હી : પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં વધારો થવાનાં કારણે ચોતરફી દબાણનો સામનો કરી રહેલી સત્તાધારી ભાજપ ન હવે આક્રમક વલણ અપનાવતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ઇકનોમિ પર સવાલો ઉઠાવ્યા છે. ભાજપે કહ્યુ કે, મનમોહન સિંહ તો પોતે કહેતા હતા કે પૈસા ઝાડ પર નથી ઉગતા અને તેમ છતા તેમણે 1.3 લાખ કરોડ રૂપિયાનું ઓઇલ બોન્ડ ચુકવ્યા વગર જ છોડી દીધું. ભાજપે કહ્યું કે આ તેમની સરકાર છે જેમણે મનમોહન સિંહનું ઉદાર ચુકવ્યું.
What the economist PM Manmohan Singh said & did on petroleum prices? He said that money does not grow on trees & left unpaid bills of oil bonds worth Rs. 1.3 lakh crore. Modi govt paid off the pending bills with interest because 'we should not burden our children'. #NationFirst pic.twitter.com/Z8zTV1kG1i
— BJP (@BJP4India) September 10, 2018
ભાજપે ટ્વીટ કરીને કહ્યું કે, અર્થશાસ્ત્રી વડાપ્રધાન મનમોહન સિંહે પેટ્રોલિયમ કિંમતો અંગે શું કહ્યું અને શું કર્યું ? તેમણે કહ્યું કે, પૈસા ઝાડ પર નથી ઉગતા અને 1.3 લાખ કરોડ રૂપિયાનું ઓઇલ બોન્ડ ચુકવ્યા વગર છોડી દીધું. ભાજપે કહ્યું કે, મોદી સરકારે બાકીના ઓઇલ બોન્ડ વ્યાજની સાથે ચુકવ્યું. પાર્ટીએ કહ્યું કે, સરકારે એવું માત્ર એટલા માટે કર્યું કારણ કે અમે નહોતા ઇચ્છતા કે આ બોઝ આપણા બાળકો પર પડે. પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પેટ્રોલિયમ ઉત્પાદનો પર જનતાને સબ્સિડી આપવા માટે ઓઇલ બોન્ડ દ્વારા બજારમાંથી દેવું લીધું હતું.
જુના નિવેદનોની મદદ
ભાજપે કોંગ્રેસ પર સવાલ ઉઠાવવા માટે મનમોહન સિંહનાં બે જુના નિવેદનોનો ઉલ્લેખ પણ કર્યો. પાર્ટીએ કહ્યું કે, મનમોહન સિંહે 2008માં કહ્યું હતું કે, ઓઇલ બોન્ડ ઇશ્યું કરવું અને તેલ કંપનીઓ પર નુકસાનનો બોઝ નાખવા, આ સમસ્યાનું સ્થાઇ સમાધાન નથી. એવું કરીને અમે ન માત્ર પોતાનો બોઝ પોતાનાં બાળકોને પાસ કરી રહ્યા છીએ. જેમને દેવું ચુકવવું પડશે. ભાજપે કહ્યું કે સબ્સિડી કોઇ સમાધાન નથી અને સબ્સિડીની બોઝ પણ આખરે દેશને જ આર્થિક સંકટમાં ફસાતા દેખાઇ શકે છે અને આર્થિક સંકટમાં ફસાઇ શકે છે. આ દલિલનાં સમર્થનમાં પણ સરકારે 2012ના મનહમોહન સિંહનાં નિવેદનનો હવાલો ટાંક્યો. મનમોહન સિંહે કહ્યું હતુ, પેટ્રોલિયમ ઉત્પાદનો પર સબ્સિડી ગણી વધી ગઇ છે. તેના માટે પૈસા ક્યાંથી આવશે. પૈસા પેડ પર નથી ઉગતા. આ કારણે અમે 1991માં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.
કોંગ્રેસે વધાર્યા ભાવ
ભાજપે કહ્યું કે મોદી સરકારે 1.3 લાખ કરોડ રૂપિયાની બાકી ઓઇલ બોન્ડ અને તેના પર 40 હજાર કરોડ રૂપિયાનું વ્યાજ પણ ચુકતે કરી દીધું છે. જે તેમને મનમોહન સિંહ સરકાર પાસેથી વારસામાં મળ્યું હતું. એવું એટલા માટે કર્યું કારણે અમે દેશના ભવિષ્ય પર બોઝ નથી નાખવા માંગતા.
ભાજપે તેવો પણ દાવો કર્યો કે યુપીએની તુલનાએ ભાજપની એનડીએ સરકારમાં કિંમતોમાં વધારો ઘણો ઓછો થયો છે. ભાજપે કહ્યું કે, 2004થી 2009ની વચ્ચે 42 ટકા અને 2009થી 2014 વચ્ચે 83.7 ટકાનો વધારો થયો. તેની તુલનાએ મોદી સરકારમાં 2014થી સપ્ટેમ્બર 2018 સુધી આ વધારો માત્ર 28 ટકા જ થયો છે.
ભાજપનો દાવો છે કે આ પ્રકારે પેટ્રોલની કિંમતોમાં પણ કોંગ્રેસ સરકાર દરમિયાન વધારે વધારો થયો છે. 2004થી 2009 વચ્ચે પેટ્રોલનાં ભાવ 20.5 ટકા વધ્યા હતા. જ્યારે 2009થી 2014ની વચ્ચે આ વધારો 75.8 ટકા રહ્યો. તેની વિપરિત મોદી સરકારમાં અત્યાર સુધી માત્ર 13 ટકાનો વધારો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે