Lok Sabha Election: વિપક્ષના નેતાઓને તોડી પોતાનું ઘર મજબૂત કરશે ભાજપ! લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીનો પ્લાન

Lok Sabha Election 2024: આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખી ભાજપ વિપક્ષના ઘણા નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાની છે. ભારતીય જનતા પાર્ટીનો ટાર્ગેટ વિપક્ષના નેતા તોડી તેને નબળો પાડવાનો છે.
 

Lok Sabha Election: વિપક્ષના નેતાઓને તોડી પોતાનું ઘર મજબૂત કરશે ભાજપ! લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીનો પ્લાન

નવી દિલ્હીઃ Lok Sabha Election News: ભારતીય જનતા પાર્ટીએ મિશન 2024ની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. આ વખતે વિપક્ષના તમામ દળોના ગઠબંધન (I.N.D.I.A.) બનાવી પડકાર ફેંક્યો છે. તેવામાં ભાજપ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં પહેલા વિપક્ષી જૂથમાં મોટી ધાડ પાડવા ઈચ્છે છે. પાર્ટી આવનારા દિવસોમાં ઘણા નેતાને પોતાની સાથે જોડવાની છે. જેમાંથી ઘણા નેતાઓ કોંગ્રેસના છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસે એક રિપોર્ટમાં ભાજપના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે આમ કરી પાર્ટી ખુદને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે. ભાજપ આ પગલાથી વિપક્ષને ઝટકો આપવા ઈચ્છશે. રિપોર્ટમાં પાર્ટીના એક નેતાના હવાલાથી લખવામાં આવ્યું કે તે વિસ્તારમાં વિપક્ષી નેતાઓને ભાજપમાં સામેલ કરાવવામાં આવશે જ્યાં ભગવા પાર્ટી નબળી છે. લોકસભા ચૂંટણીને લઈને બની રહેલા માહોલ વચ્ચે જોઈનિંગ પ્રોગ્રામ આયોજીત કરવામાં આવશે. ભાજપના નિશાને મુખ્ય રૂપથી કોંગ્રેસ હશે.

ભાજપે બનાવી છે જોઈનિંગ કમિટી
વિપક્ષને ઝટકો આપવાનો ભાજપનો આ પ્લાન હશે મોશનમાં છે. પાર્ટી નેતૃત્વએ પહેલા એક હાઈ લેવલ કમિટી બનાવી દીધી છે. તેમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સામેલ છે. આ કમિટી તમામ વિપક્ષી નેતાઓનું સ્ક્રીનિંગ કરશે અને પછી તેને ભાજપમાં સામેલ કરવાની મંજૂરી આપશે.

ટીમ રાહુલને તોડવામાં લાગી ભારતીય જનતા પાર્ટી
નરેન્દ્ર મોદીની સામે વિપક્ષની પાસે રાહુલ ગાંધીનો ચહેરો છે. રાહુલ ગાંધી પીએમ મોદી પર સીધો હુમલો કરે છે. જવાબમાં ભાજપની રણનીતિ રાહુલનું રાજકીય કદ ઘટાડવા અને કોંગ્રેસમાં તેમની પકડ નબળી પાડવાની રહી છે. તાજેતરમાં કોંગ્રેસ છોડી ભાજપમાં રાહુલની ટીમના નેતાઓને સારૂ પદ આપવું આ રણનીતિનો ભાગ છે. ભાજપના એક નેતા પ્રમાણે- કોંગ્રેસમાંથી કોઈ નેતાની વિકેટ પડવી રાહુલ ગાંધીને નીચે દેખાડશે. તેમની નિષ્ફળતાઓ પર મસાલો લાગશે.

ભાજપે તમામ મુખ્યમંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓને આ કામમાં લગાવી દીધા છે. કેરલમાં કેજે અલ્ફોંસ, ટોમ વડક્કન, અનિલ એન્ટની સહિત કોંગ્રેસના ઘણા નેતાઓને ભાજપે પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા છે. સૂત્રો અનુસાર હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાનના ઘણા મોટા કોંગ્રેસી નેતા ભાજપના સંપર્કમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news