અમદાવાદમાં શર્મસાર કરતી ઘટના; 5 વર્ષીય બાળકીના ગુપ્ત અંગમાંથી લોહી નીકળતા ખબર પડી કે...

અમદાવાદમાં પાંચ વર્ષીય માસુમ બાળકી પર હવસના હેવાને બળાત્કાર ગુજાર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આરોપી મૂળ મધ્યપ્રદેશનો છે અને ગુજરાતમાં કડિયા કામ અર્થે પોતાના પરિવાર સાથે આવ્યો છે. ત્યારે સોલા પોલીસે દિલો માવડાની 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી છે. 

અમદાવાદમાં શર્મસાર કરતી ઘટના; 5 વર્ષીય બાળકીના ગુપ્ત અંગમાંથી લોહી નીકળતા ખબર પડી કે...

ઉદય રંજન/અમદાવાદ: ફરી એક વાર અમદાવાદમાં પાંચ વર્ષીય માસુમ બાળકી પર હવસના હેવાને બળાત્કાર ગુજાર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાવા પામી છે. સોલા પોલીસે બાળકી પર બળાત્કાર કરનારની ધરપકડ કરી તપાસ શરુ કરી છે. 

No description available.

અમદાવાદની સોલા પોલીસની ગિરફ્તમાં કાળું નકાબ પહેરીને ઉભેલ શખ્સે કામ પણ કાળું કર્યું છે. આ શખ્સ નું નામ દિલો માવડા છે, જે મૂળ મધ્યપ્રદેશનો છે અને ગુજરાતમાં કડિયા કામ અર્થે પોતાના પરિવાર સાથે આવ્યો છે. ત્યારે સોલા પોલીસે દિલો માવડાની 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી છે. 

આખો બનાવ શું છે તેની વિગતે વાત કરીએ તો આરોપી દિલો માવડા સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના એક નવ નિર્મિત સાઈટ પર કડિયા કામ કરે છે અને તેની સાથે પણ એક પરિવાર કડિયા કામ અને મજૂરી કરે છે. જેને એક 5 વર્ષીય માશુક દીકરી છે. ગઈ તારીખ 15મી જાન્યુઆરીના રોજ 5 વર્ષીય બાળકીનો પરિવાર સાઈટ પર કામ કરી રહ્યો હતો અને 5 વર્ષીય બાળકી અન્ય બાળકો સાથે રમી રહી હતી, ત્યારે જ આરોપી દિલો માવડા રજા પર હોવાથી ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે ભોગ બનનાર બાળકી પર તેની નજર બગડી હતી.

આરોપી દિલો માવડાએ બાળકીને ચોકલેટ આપવાનું કહીને પોતાની સાથે લઇ ગયો હતો અને સાઈટની નજીકની અવાવરું જગ્યા પર લઇ જઈને આ હવસના હેવાન એવા નરાધમ દિલો માવડાએ 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. 5 વર્ષીય બાળકી કઈ સમજે એ પહેલા 5 વર્ષીય બાળકીને ગુપ્ત અંગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારે આ નરાધમ દિલો માવડાએ બાળકીને લઇને પરત તેના ઘર પાસે મૂકીને ફરાર થઇ ગયો હતો. પરિવારને જાણ થતા બાળકી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ બાળકી સાથે દુષ્કર્મ થયાનું કહેતા સોલા પોલીસને જાણ કરી હતી. સોલા પોલીસે પરિવારની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. 

સોલા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે 5 વર્ષીય બાળકી સાથે બળાત્કાર થયો છે. જેને લઇને નવનિર્મિત સાઈટ પર સાક્ષી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સાઈટ પરનો જ અને કડિયા કામ કરતો દિલો માવડા પોતાની સાથે લઇને જતો હતો. સોલા પોલીસે ગણતરીના કલાકોમાં ફરાર નરાધમની એસપી રિંગ રોડ ખાતેથી ધરપકડ કરીને આરોપી વિરુદ્ધના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news