BJP સાંસદનું દિલ્હીમાં શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ, ભાજપની સંસદીય દળની બેઠક રદ

હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામ સ્વરૂપ શર્માનું આજે નિધન થયું. તેમનો મૃતદેહ દિલ્હી સ્થિત તેમના સરકારી આવાસમાં મળી આવ્યો છે. રામ સ્વરૂપ શર્માનું સંદિગ્ધ હાલતમાં મોત થયા બાદ આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

BJP સાંસદનું દિલ્હીમાં શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ, ભાજપની સંસદીય દળની બેઠક રદ

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામ સ્વરૂપ શર્માનું આજે નિધન થયું. તેમનો મૃતદેહ દિલ્હી સ્થિત તેમના સરકારી આવાસમાં મળી આવ્યો છે. રામ સ્વરૂપ શર્માનું સંદિગ્ધ હાલતમાં મોત થયા બાદ આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

ભાજપે રદ કરી સંસદીય દળની બેઠક
રામ સ્વરૂપ શર્માના નિધન બાદ ભારતીય જનતા પાર્ટીએ આજે દિલ્હીમાં થનારી સંસદીય દળની બેઠક રદ કરી છે. અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બાકીના ઉમેદવારના નામ પર આજે બેઠકમાં ચર્ચા થવાની હતી. 

શું કહેવું છે પોલીસનું?
દિલ્હી પોલીસે જણાવ્યું કે મંડીથી ભાજપના સાંસદ રામ સ્વરૂપ શર્માનું કથિત રીતે દિલ્હીમાં આત્મહત્યા કરવાથી મૃત્યુ થયું છે. તેમનો મૃતદેહ ઘરમાં ફંદે લટકતી હાલતમાં મળી આવ્યો છે. દરવાજો અંદરથી બંધ હતો. પોલીસના જણાવ્યાં મુજબ શર્માના સ્ટાફના એક વ્યક્તિએ ફોન કરીને જાણકારી આપી. શર્મા દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલ પાસે બનેલા ગોમતી એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ગોમતી એપાર્ટમેન્ટમાં અનેક સાંસદોના ઘર છે. 

Visuals from Gomti Apartments where he was found dead. pic.twitter.com/OVOs1NP5W2

— ANI (@ANI) March 17, 2021

રામ સ્વરૂપ શર્મા હિમાચલ પ્રદેશના કદાવર રાજનેતાઓમાં ગણાતા હતા. તેઓ ભાજપના ટોચના નેતૃત્વ ખાસ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને હિમાચલના સીએમ જયરામ ઠાકુરના ખુબ નજીક હતા. 

BJP सांसद रामस्‍वरूप शर्मा की दिल्‍ली में संदिग्ध हालत में मौत, सरकारी निवास पर मिला शव

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news