2024 માં દિલ્હીમાં ગાદી માટે ભાજપે બનાવ્યો આ પ્લાન, આ 160 સીટો મોદીને બનાવશે ફરી PM

2024 Loksabha Election : ગુજરાતમાં ઐતિહાસિક જીત બાદ ભાજપે લોકસભાની પણ તૈયારી કરી છે. 2023માં 10 રાજ્યોની વિધાનસભાની ચૂંટમી વચ્ચે અમિત શાહ 11 રાજ્યોમાં એક્ટિવ થઈ ગયા છે. ચૂંટણીના ચાણક્ય ગણાતા અમિત શાહનો આ પ્લાન સફળ રહ્યો તો મોદીને દિલ્હીની ગાદીએ બેસતાં કોઈ રોકી શકશે નહીં....

2024 માં દિલ્હીમાં ગાદી માટે ભાજપે બનાવ્યો આ પ્લાન, આ 160 સીટો મોદીને બનાવશે ફરી PM

Amit Shah Master Plan: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યાં છે. ભાજપ એડવાન્સમાં જ હંમેશાં તૈયારીઓ કરે છે. ભલે કોંગ્રેસે રાહુલ ગાંધીની યાત્રા દ્વારા લોકસભાની તૈયારીઓ કરી લીધી છે પણ ચૂંટણીના ચાણક્ય ગણાતા અમિત શાહના પ્લાન સફળ રહ્યાં તો મોદીને દિલ્હીના બાદશાહ બનતાં ફરી કોઈ નહીં રોકી શકે. હાલમાં કોંગ્રેસ એ એકજૂટ ન હોવાની સાથે પ્રાદેશીક પક્ષો એક થયા વિના એકબીજા સામે લડાઈ રહ્યાં છે. જેમાં ભાજપને સીધો ફાયજો મળે તેવી સંભાવના વચ્ચે ભાજપનું માઈક્રોપ્લાનિંગ કેન્દ્રમાં સત્તા અપાવશે.

ભાજપે જે 160 બેઠકો પર નિશાન સાધ્યું છે તેમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, કેરળ અને ઓડિશાની બેઠકોનો સમાવેશ થાય છે. આ સાથે ઉત્તર પ્રદેશ અને બિહારની સીટો પણ આ લિસ્ટમાં સામેલ છે.  પાર્ટીએ યાદીમાં મહારાષ્ટ્રની 16 બેઠકોનો સમાવેશ કર્યો છે, જેમાં એનસીપીના વડા શરદ પવારના ગઢ બારામતીનો સમાવેશ થાય છે. આ સિવાય બંગાળની 19 બેઠકો અને ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારના ગઢ રાયબરેલી, બસપાના ગઢ આંબેડકરનગર, શ્રાવસ્તી જ્યાં ભાજપ બહુ ઓછા માર્જિનથી હાર્યો હતો તે તમામ સીટો પર ફરી જીતવા માટે ભાજપે પ્લાનિંગ શરૂ કર્યું છે. આ લિસ્ટમાં લાલગંજ, મુરાદાબાદ, સંભલ, અમરોહા અને મૈનપુરીનો પણ સમાવેશ થાય છે. ભાજપ કોઈ પણ ભોગે આ સીટો જીતવા માગે છે. ગુજરાતમાં ઐતિહાસિક જીત બાદ ભાજપનું મનોબળ વધ્યું છે.

તેલંગાણામાં મહબૂબ નગરની સીટ જ્યાં બીજેપી બીજા ક્રમે, નગર કુર્નૂલ જ્યાં બીજેપી ત્રીજા ક્રમે છે અને તેને 1 લાખ વોટ મળ્યા છે. બીજેપીએ બિહારમાં વધુ 4 બેઠકો ઉમેરી છે જ્યાં હવે કુલ 10 બેઠકો છે. બીજેપીના એક્શન પ્લાન મુજબ દરેક સંસદીય મતવિસ્તારને ક્લસ્ટરમાં વહેંચવામાં આવશે અને કોઈ વરિષ્ઠ અથવા મંત્રીને તેના પ્રભારી બનાવવામાં આવશે. કેન્દ્રીય, સ્થાનિક અને જિલ્લા સ્તરે ત્રણ સમિતિઓ કામ કરશે, જે ચૂંટણી ક્ષેત્રને લગતી માહિતી, કલ્યાણકારી યોજનાઓના અમલીકરણને લગતી માહિતી એકત્ર કરશે.

આ તમામ પ્રભારીઓ આ સમિતિઓ દ્વારા સંસદીય મતવિસ્તારની ભૌગોલિક સ્થિતિ, જ્ઞાતિઓના સમીકરણ, જાતિ અનુસાર આર્થિક સ્થિતિ, યુવાનો, મહિલાઓની સંખ્યા, ગરીબોની સંખ્યા સંબંધિત ડેટા એકત્રિત કરશે. એટલું જ નહીં, આ સમિતિઓ સ્થાનિક સંસ્કૃતિ, તહેવારો, રાજકીય કાર્યક્રમો અને બાઇક ચલાવતા યુવાનોની વિગતો પણ એકત્રિત કરશે.

કયા મંત્રીઓ અને નેતાઓને ક્લસ્ટર હેડ એટલે કે પ્રભારી બનાવવામાં આવ્યા 
ભાજપે એડવાન્સ તૈયારીઓના ભાગરૂપે પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્ર સિંહ તોમર, ગિરિરાજ સિંહ, મનસુખ માંડવિયા, સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, સંજીવ બાલિયાન, જિતેન્દ્ર સિંહ, મહેન્દ્ર નાથ પાંડેને ક્લસ્ટર હેડ બનાવ્યા છે. આ સિવાય ઘણા નેતાઓને ક્લસ્ટર હેડ બનાવવામાં આવ્યા છે. સંસદીય મતવિસ્તારના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, દેશભરમાં 40 ક્લસ્ટર હેડની સ્થાપના કરવામાં આવી છે. મંત્રીઓને સંસદીય મતવિસ્તારોમાં ઓછામાં ઓછા 48 કલાક વિતાવવાનું કાર્ય આપવામાં આવ્યું છે. આ સિવાય તેઓ 6 લોકોના ઘરની મુલાકાત લેશે અને તેમના સતત સંપર્કમાં રહેશે. દરેક પ્રવાસ દરમિયાન તેઓ 6 કાર્યક્રમોમાં ભાગ લેશે અને આ દરમિયાન બૂથ સ્તરે 20 નવા સભ્યો બનાવવાના રહેશે.

સંગઠન સ્તરે ગતિવિધિઓને વધારવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જાન્યુઆરી મહિનામાં 11 રાજ્યોની મુલાકાતે જવાના છે. આ એપિસોડમાં અમિત શાહ 5 જાન્યુઆરીએ ત્રિપુરા ગયા છે અને ત્યાંથી એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે 1 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિર તૈયાર થશે. અમિત શાહનું આ નિવેદન ભાજપની રણનીતિનો એક ભાગ છે અને તેને કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવાના માર્ગ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. અમિત શાહ 7 જાન્યુઆરીએ છત્તીસગઢ અને ઝારખંડ અને 8 જાન્યુઆરીએ આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. 16મી જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, 17મી જાન્યુઆરીએ બંગાળ, 28મી જાન્યુઆરીએ કર્ણાટક જશે. અમિત શાહનો હરિયાણા અને પંજાબનો પ્રવાસ 29 જાન્યુઆરીએ નક્કી કરવામાં આવ્યો છે.

ભાજપની આ ચૂંટણી રણનીતિને કેવી રીતે અમલમાં મૂકવામાં આવે છે તેના પર અમિત શાહની સીધી નજર રહેશે. જોકે, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ પણ તેમાં ભાગ લેશે. તમામ પ્રભારી મંત્રીઓને સંગઠનને મજબૂત કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ભાજપ કોઈ પણ ભોગે 2024માં ફરી સત્તા હાંસલ કરવાના સપનાં જોઈ રહ્યું છે. અમિત શાહના આયોજન સફળ રહ્યાં તો મોદીને ફરી પીએમ બનતાં કોઈ રોકી શકશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news