Budget 2023: કરદાતાને ભેટ! ઇનકમ ટેક્સમાં છૂટની મર્યાદા વધારીને 5 લાખ કરી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ

Union Budget 2023: 2014 બાદથી મોદી સરકાર પોતાનું 10મું પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે. પરંતુ આવકવેરામાં છૂટછાટની મર્યાદા જે 2014માં હતી તે 2023માં પણ યથાવત છે. 

Budget 2023: કરદાતાને ભેટ! ઇનકમ ટેક્સમાં છૂટની મર્યાદા વધારીને 5 લાખ કરી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ Budget 2022-23: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ બજેટ રજૂ કરશે. તેઓ આ બજેટ એવા સમયે રજૂ કરી રહ્યાં છે જ્યારે દરેક વ્યક્તિ મોંઘવારીના બોજ હેઠળ દબાયેલો છે. ખાસ કરીને મોંઘવારીથી પરેશાન નોકરિયાત લોકો માટે લોન પણ મોંઘી થઈ ગઈ છે. મોંઘવારીની સાથે સાથે મોંઘી EMI લોકોના ખિસ્સા લૂંટી રહી છે. તેના પર ટેક્સનો ભારે બોજ. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું નાણામંત્રી મોંઘવારીમાંથી રાહત આપવા અને લોકો પર ટેક્સનો બોજ ઘટાડવા માટે કોઈ મોટું પગલું ભરશે? શું નાણામંત્રી આગામી બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. 2.5 લાખથી વધારીને રૂ. 5 લાખ કરશે?

નોકરિયાત લોકો પર આવકવેરાનો બોજ
હાલમાં જેમની વાર્ષિક કરપાત્ર આવક રૂ. 2.5 લાખ સુધી છે તેમણે આ આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. જેમની આવક રૂ. 2.50 થી રૂ. 5 લાખની વચ્ચે છે, તો તેઓ 5% એટલે કે રૂ. 12500ના દરે ટેક્સ ચૂકવવા માટે જવાબદાર છે. પરંતુ આવકવેરાના નિયમ 87A હેઠળ સરકાર 12,500 રૂપિયાની ટેક્સ રિબેટ આપે છે. એટલે કે, જેમની કરપાત્ર આવક રૂ. 5 લાખથી ઓછી છે તેમને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. પરંતુ જેમની કરપાત્ર આવક એક રૂપિયાથી પણ 5 લાખ રૂપિયાથી વધુ છે, તેમને આ છૂટનો લાભ મળતો નથી. આવા લોકો માત્ર મોંઘવારીથી ચિંતિત નથી, પરંતુ તેઓ આરબીઆઈના રેપો રેટમાં વધારો કર્યા પછી EMIના ખર્ચને લઈને પણ ચિંતિત છે. તેની ઉપર મોંઘી ખાદ્ય ચીજો, દૂધની મોંઘવારી, મોંઘા એલપીજી, પેટ્રોલ-ડીઝલ અને સીએનજી-પીએનજીએ બજેટ ખોરવી નાખ્યું છે.

ટેક્સ મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા હોવી જોઈએ!
ICAIના ભૂતપૂર્વ પ્રમુખ વેદ જૈનના જણાવ્યા અનુસાર, 2014માં લઘુત્તમ ટેક્સ સ્લેબની મર્યાદા રૂ. 2.50 લાખ અને મહત્તમ મર્યાદા રૂ. 10 લાખ હતી. પરંતુ આટલા વર્ષો થઈ ગયા છે કે ટેક્સ સ્લેબના લઘુત્તમ અને મહત્તમ સ્તરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરીને લોકોને રાહત આપવામાં આવે. તેમણે કહ્યું કે આવકવેરા મુક્તિ મર્યાદા 2.50 લાખ રૂપિયાથી વધારીને વાર્ષિક 5 લાખ રૂપિયા કરવી જોઈએ. ઉપરાંત ટેક્સ સ્લેબની મહત્તમ મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવી જોઈએ. હાલમાં 10 લાખ રૂપિયાથી વધુની કરપાત્ર આવક પર 30 ટકા ટેક્સ લાગે છે.

ટેક્સ સ્લેબમાં ફેરફારથી અર્થવ્યવસ્થાને ફાયદો
વેદ જૈન પ્રમાણે ભારતીય અર્થવ્યવસ્થાએ 2014 બાદ જબરદસ્ત વિકાસ કર્યો છે. બીએસઈ સેન્સેક્સ અને એનએસઈની નિફ્ટી નવી ઉંચાઈએ પહોંચી છે. સરકારના ટેક્સ કલેક્શનમાં મોટો વધારો થયો છે. વપરાશ પણ આ દરમિયાન વધી છે. પરંતુ એક વસ્તુ એવી છે જેમાં સરકારે કોઈ ફેરફાર કર્યો નથી તે છે ઈન્કમ ટેક્સ સ્લેબ. આ સમયગાળા દરમિયાન ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે સરકારનો પ્રયાસ ટેક્સ બેઝ વધારવાનો છે, જેના કારણે આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. આ જ કારણ છે કે સરકારે આવકવેરાના લઘુત્તમ સ્લેબ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેમણે કહ્યું કે જો સરકાર ટેક્સ સ્લેબ વધારશે તો કરદાતા ટેક્સના રૂપમાં બચત ખર્ચ કરશે અને જરૂરી વસ્તુઓની ખરીદીમાં રોકાણ કરશે, જેનાથી અર્થતંત્રને ફાયદો થશે. તેનાથી દેશના આર્થિક વિકાસને વેગ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news