26 જાન્યુઆરીની પરેડ જોવાની ઈચ્છા છે? ઈ-પોર્ટલ થયું લોન્ચ, હવે ઓનલાઇન બુક કરી શકશો ટિકિટ

આમંત્રણ પોર્ટલની શરૂઆત સરકારની ઈ-ગવર્નેંસ મુહિમના રૂપમાં કરવામાં આવી છે. કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે શુક્રવારે આ પોર્ટલ (www.aamantran.mod.gov.in) લોન્ચ કર્યું છે. 

26 જાન્યુઆરીની પરેડ જોવાની ઈચ્છા છે? ઈ-પોર્ટલ થયું લોન્ચ, હવે ઓનલાઇન બુક કરી શકશો ટિકિટ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રાલયે ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ સમારોહના ટિકિટના વેચાણ માટે ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યું છે. 'આમંત્રણ' નામથી આ પોર્ટલ દ્વારા દેશના સૌથી બે મોટા સમારહોના પાસ મેળવી શકાય છે. મંત્રાલયનું કહેવું છે કે પોર્ટલને યૂઝર્સની સુવિધા માટે બનાવવામાં આવ્યું છે. આ પગલું પર્યાવરણને અનુકૂળ છે. સાથે જનતા અને સરકાર વચ્ચે અંતર ઘટાડવાનું કામ કરશે. 

આમંત્રણ પોર્ટલની શરૂઆત સરકારની ઈ-ગવર્નેંસ પહેલના ભાગના રૂપમાં કરવામાં આવી છે. રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે શુક્રવારે આ પોર્ટલ (www.aamantran.mod.gov.in) લોન્ચ કર્યું. મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આમંત્રણ દ્વારા મહેમાનોને ઈ-નિમંત્રણ મોકલવામાં આવશે. સાથે તેનાથી જનતા માટે ટિકિટોનું ઓનલાઇન વેચાણ થશે. ભટ્ટે કહ્યુ કે પોર્ટલ આવવાથી ન માત્ર ટિકિટ હાસિલ કરવાની પ્રક્રિયા સરળ થઈ ગઈ છે, પરંતુ પ્રિન્ટિંગ માટે ઉપયોગ થનાર પેપરની પણ તેનાથી બચત થશે. 

ઘણી જગ્યા પર બૂથ અને કાઉન્ટર પણ બનશે
ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ સમારોહની ટિકિટોના વેચાણની પ્રક્રિયા આ વર્ષથી ડિજિટલ થશે. પરંતુ ઘણી જગ્યાએ બૂથ અને કાઉન્ટર પણ બનાવવામાં આવશે, જ્યાં જનતાની સુવિધા માટે મંત્રાલય તરફથી ઓનલાઇન ટિકિટની સુવિધા આપવામાં આવશે. આ સ્થાનોમાં સેના ભવન, શાસ્ત્રી ભવન, જંતર મંતર, પ્રગતિ મેદાન અને સંસદ ભવન સામેલ છે. 

ડિજિટલ ઈન્ડિયા પહેલની દિશામાં મહત્વનું કાર્ય
મંત્રાલય પ્રમાણે પોર્ટલમાં ગણમાન્ય વ્યક્તિઓ અને મહેમાનો માટે ઓનલાઇન પાસ જારી કરવાની સુવિધા હશે. સાથે તેમાં સામાન્ય જનતા માટે તેની ભૌગોલિક સ્થિતિ છતાં ઓનલાઇન ટિકિટ ખરીદવાની જોગવાઈ સામેલ છે. ભટ્ટે પોર્ટલને ડિજિટલ ઈન્ડિયાની મુહિમની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું છે. તેને સરકારના ઈ-ગવર્નેંસ મોડલ તરફથી એક મહત્વનું પગલું ગણાવ્યું, જે ,સરળ, ઇફેક્ટિવ, ઇકોનોમિકલ અને ઈકો-ફ્રેન્ડલી ગવર્નેંસ પર આધારિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news