મહારાષ્ટ્રનું 'મહાભારત': પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય આશીષ શેલારે બોલાવી પ્રેસ કોન્ફરન્સ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય આશીષ શેલાર Ashish Shelar) 10:30 વાગે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા શેલારનું માનવું છે કે એનસીપી ધારાસભ્ય દળના નેતાના રૂપમાં અજીત પવારની નિમણૂક માન્ય નથી

મહારાષ્ટ્રનું 'મહાભારત': પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય આશીષ શેલારે બોલાવી પ્રેસ કોન્ફરન્સ

મુંબઇ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય આશીષ શેલાર Ashish Shelar) 10:30 વાગે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા શેલારનું માનવું છે કે એનસીપી ધારાસભ્ય દળના નેતાના રૂપમાં અજીત પવારની નિમણૂક માન્ય નથી અને તેમની જગ્યાએ જયંત પાટીલની નિમણૂક અમાન્ય છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપને સમર્થન આપનાર એનસીપી ચીફ શરદ પવારે પોતાના ભત્રીજા અજિત પવારને પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પદે દૂર કર્યો છે. આ સાથે જ જયંત પાટીલને એનસીપીના ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે સવારે 8 વાગે ભાજપના નેતા દેવેંદ્વ ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમાં શપથ અપાવી. એનસીપી પ્રમુખ શરદ પવારના બાગે ભત્રીજા અજીત પવારે પણ તેમની સાથે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. 

— ANI (@ANI) November 23, 2019

એનસીપીએ ત્યારબાદ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ભાજપ અને અજીત પવારે મહારાષ્ટ્રમાં સરકાર ભલે બનાવી લીધી છે, પરંતુ તે બહુમત સાબિત કરી શકશે નહી. ત્યારબાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે રાજ્યપાલના નિર્ણય રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટમાં 3 જજ્જોની બેંચ આજે 11:30 વાગે આ મુદ્દે સુનાવણી કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news