જો આ તસવીરની નોંધ નહીં લેવાય તો બનાસકાંઠામાં આવી શકે છે મોટી આફત

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં દિયોદર- ભાભરમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ (Canal)માં તિરાડો દેખાઈ છે

જો આ તસવીરની નોંધ નહીં લેવાય તો બનાસકાંઠામાં આવી શકે છે મોટી આફત

બનાસકાંઠા : બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં દિયોદર- ભાભરમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ (Canal)માં તિરાડો દેખાઈ છે. આ તિરાડોના કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

આ ઘટનાની વિગતો જોઈએ તો સનેસડા- ફુલપુરા ગામની સીમમાં મુખ્ય કેનાલમાં તિરાડ દેખાઈ છે. આ ઘટનાને પગલે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે (Ganiben thakor)કેનાલની મુલાકાત લીધી હતી. 

આ તિરાડ જોઈને ગેનીબેન ઠાકોરે માંગણી કરી છે કે કોઈ મોટી હોનારત થાય તે પહેલાં તિરાડોને પુરવામાં આવે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news