કોંગ્રેસને પાછળ છોડી BJPના ફોલોવર્સ 1 કરોડથી વધુ, ટ્વિટર પર જમાવ્યો કબ્જો

લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) કોંગ્રેસને પાછળ છોડી ટ્વિટર પર 1 કરોડ 10 લાખ (11 મિલિયન) ફોલોવરને તેમની સાથે જોડી લીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના પ્રતિદ્વંદી કોંગ્રેસ પાર્ટીથી ભાજપના ફોલોવરની સંખ્યા બમણી થઇ ગઇ છે

કોંગ્રેસને પાછળ છોડી BJPના ફોલોવર્સ 1 કરોડથી વધુ, ટ્વિટર પર જમાવ્યો કબ્જો

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) કોંગ્રેસને પાછળ છોડી ટ્વિટર પર 1 કરોડ 10 લાખ (11 મિલિયન) ફોલોવરને તેમની સાથે જોડી લીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના પ્રતિદ્વંદી કોંગ્રેસ પાર્ટીથી ભાજપના ફોલોવરની સંખ્યા બમણી થઇ ગઇ છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપ વર્ષ 2010માં જોડાયું હતું. ત્યારે ફેબ્રુઆરી 2013માં ટ્વિટર પર આવેલી કોંગ્રેસની પાસે 50 લાખ 14 હજાર (5.14) ફોલવર્સ હતા. ભાજપની આઇટી સેલ પ્રમુખ અમિત માલવીયાએ શનિવારે જાહેર કરતા ટ્વિટર પર કહ્યું કે, ‘અમારા બધા માટે આ એક શાનદાર ઉપલબ્ધિ છે. આભાર.’

આ જાણકારી એવા સમયે આપી છે, જ્યારે હાલમાં જ એક અધ્યયનમાં આ વાત સામે આવી છે કે, વડાપ્રધાન નેરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંયુકત રીતથી ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામમાં 1 અબજ 10 કરોડ 91 લાખ 26 હજાર 480 (110,912,648 મિલિયન) ફોલોવર્સની સાથે દુનિયાના બીજા સૌથી વધારે ફોલોવર ધરાવનાર નેતા બની ગયા છે.

ઑનલાઇન દૃશ્યતા સંચાલન અને સામગ્રીનું વર્ણન એસએએસ પ્લેટફોર્મ સિમુર દ્વારા કરવામાં આવેલા અધ્યયનની આ યાદીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંયુક્ત રીતથી ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામમાં 1 અબજ 82 કરોડ 71 લાખ 07 હજાર 770 (182,710,777 મિલિયન) ફોલોવર્સ સાથે પ્રથમ સ્થાન પર છે.

એકલા ટ્વિટર પર hrSc મોદીના 40 કરોડ 7 લાખ 2 હજાર (47.2 મિલિયન) ફોલોવર છે. ત્યારે ભાજપ નેતાની સરખામણીએ 6 વર્ષ બાદ ટ્વિટર પર આવેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના 90 લાખ 4 હજાર (9.4 મિલિયન) ફોલોવર્સ છે.
(ઇનપુટ-આઇએએનએસ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news