ત્રિપુરામાં BJPનું કમ્પ્રોમાઇઝ ફોર્મ્યુલા, સુનીલ દેવધર મોકલાયા આંધ્રપ્રદેશ
સુનીલ દેવધર ઉપરાંત દુષ્યંત કુમાર ગૌતમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, સત્યા કુમારને રાષ્ટ્રીય સચિવને કેરળ પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે
Trending Photos
નવી દિલ્હી : ત્રિપુરામાં ભારત્યી જનતા પાર્ટી (BJP)ને સત્તા અપાવનારાઓમાંથી એક ચહેરો રહેલા સુનીલ દેવધરને પાર્ટી હાઇકમાન્ડે આંધ્રપ્રદેશમાં નવી જવાબદારીઓ સોંપી છે તેને રાજ્ય એકમના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની પૃષ્ટભુમીથી આવતા દેવધર, રાજ્યના પ્રભારી વી.મુરલીધરનની સાથે મળીને કામ કરશે. હાલમાં જ આંધ્રપ્રદેશને સ્પેશ્યલ સ્ટેટસ આફવાની માંગ મુદ્દે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) સાથે ટીડીપી નેતા અને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ અલગ થઇ ગયા હતા. હવે મણિક સરકારની જેમ ભાજપ તેને સત્તામાંથી બેદખલ કરવાનું સપનું જોઇ રહ્યા છે.
ભાજપ સુત્રોએ પણ માહિતી પાક્કી હોવાનું જણાવ્યું અને કહ્યું કે, ફેરબદલ પાર્ટી અધ્યક્ષ અમિત શાહની ચૂંટણી અંગેની તૈયારીઓ સાથે જોડાયેલું છે. દેવધર ઝડપથી કામ ચાલુ કરી દેશે. આવતા વર્ષે લોકસભા ચૂંટણી સાથે જ આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પણ છે. રાજ્યમાં પાર્ટીની શક્તિ વધારવા માટે સારા સાંગઠનિક રણનીતિકારોની જરૂરિયાત છે. પાર્ટી હાઇકમાન્ડનું માનવું છે કે એક વામપંથી ગઢમાં જે પ્રકારની રણનીતિક દેવધરે અપનાવી, પોતાનાં નેતૃત્વમાં પાર્ટી આંધ્રમાં પણ સારા પરિણામો લાવી શકે છે. રાજ્યમાં ભાજપની પાસે પુરતો જનાધાર તો છે, પરંતુ હાલ તે આ સ્તરનો નથી કે ભાજપ એકલું સહયોગીઓ વગર ચૂંટણીમાં ઉલ્લેખનીય સફળતા પ્રાપ્ત કરી શકે. ત્રિપુરામાં જેવા પરિણામો થી ઉત્સાહિત પાર્ટી હાઇકમાન્ડના મંતવ્યમાં જો રણનીતિઓ યોગ્ય રહી તો આંધ્રપ્રદેશમાં પણ ભાજપ જાદુ કરી શકે છે.
જો કે ભાજપના બીજા સુત્રોના મંતવ્ય તેનાથી અલગ છે.નામ ન છાપવાની શરતે કેટલાક નેતાઓએ તેને એક પ્રકારે ભાજપનું કોમ્પ્રોમાઇઝ ફોર્મ્યુલા ગણાવી હતી. ત્રિપુરા વિધાનસભા ચૂંટણી બાદ ભાજપના મુખ્યમંત્રી બિપ્લવ દેવ અને સુનીલ દેવધર વચ્ચે ખટપટ હતી. કેટલાક રિપોર્ટ્સ અનુસાર દેવધર ઇચ્છતા હતા કે બિપ્લવ દેવ મુખ્યમંત્રી બને. જો કે પાર્ટીએ તેમના મંતવ્ય નહોતા માન્યા. અને અતીતમાં તે દેવધર અને બિપ્લવ દેવમાં મતમતાંતરનું એક કારણ બની ગયા.
બિપ્લવની સાથે કથિત ખેંચતાણના સમાચારો આવ્યા બાદ સુનીલ દેવધર અજ્ઞાતવાસમાં જતા રહ્યા હતા. તેમણે અજ્ઞાતવાસ મુદ્દે એક ટ્વીટ પણ કર્યું હતું. જો કે દેવધર બિપ્લવની સાથે ખેંચતાણની વાતથી હંમેશા ઇન્કાર પણ કરતા રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે