આ ગામમાં આઝાદી બાદ પહેલી વાર કોઇ બન્યો 'સરકારનો જમાઇ' વગાડ્યા ઢોર નગારા

રાકેશ હવે સરકારી શિક્ષક બની ગયો છે અને જ્યારે આ સમાચાર ગામમાં પહોંચ્યા તો લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. લગભગ 300 ની વસ્તીવાળા આ ગામમાં આજ સુધી કોઇને સરકારી બાબુ બનવાની સફળતા હાથ લાગી નથી. 

આ ગામમાં આઝાદી બાદ પહેલી વાર કોઇ બન્યો 'સરકારનો જમાઇ' વગાડ્યા ઢોર નગારા

મુજફ્ફરપુર: આઝાદીના સાત દાયકા પસાર થઇ ગયા બાદ કોઇ યુવકને સરકારી નોકરી મળતાં તેના ગામમાં જશ્નનો માહોલ સર્જાયો હોય એવું સાંભળીએન તમને આશ્વર્ય થશે. બિહારના મુજફ્ફર જિલ્લામાં આ જોવા મળ્યું છે. જોકે આ ગામમાં અત્યાર સુધી કોઇને પણ સરકારી નોકરી મળી નથી. આજે આખો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે અને મુજફ્ફરપુર જિલ્લાના કટરા પ્રખંડના શિવદાસપુર પંચાયતના સોહાગપુર ગામાં આજ સુધી કોઇને સરકારી નોકરીનું સૌભાગ્ય મળ્યું નથી, પરંતુ આ કલંકને ગામના રાકેશ કુમારે દૂર કર્યું છે. 

75 વર્ષ બાદ ગામમાં પહેલીવાર સરકારી નોકરી
રાકેશ હવે સરકારી શિક્ષક બની ગયો છે અને જ્યારે આ સમાચાર ગામમાં પહોંચ્યા તો લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. લગભગ 300 ની વસ્તીવાળા આ ગામમાં આજ સુધી કોઇને સરકારી બાબુ બનવાની સફળતા હાથ લાગી નથી, પરંતુ ગામના રામલાલ ચૌધરીના પુત્ર રાકેશ કુમારે પોતાની સાચી મહેનત અને ધગશના લીધે આ મુકામ પ્રાપ્ત કરી લીધું છે. 

કરિયાણાની દુકાન ચલાવી પિતાએ ભણાવ્યો
રાકેશના પિતા એક કરિયાણાનો વ્યવસાય કરતા હતા જે ગામમાં કરિયાણાની દુકાન ચલાવીને પોતાના બાળકને ભણાવ્યો ગણાવ્યો. રાકેશે પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામમાં જ પ્રાપ્ત કર્યા બાદ એમકોમનો અભ્યાસ દરભંગા યૂનિવર્સિટીમાંથી કર્યો અને ત્યારબાદ રાજસ્થાનથી બીએડની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ બિહારમાં શિક્ષક પાત્રતા પરીક્ષા થઇ અને તેમાં તે સફળતા પ્રાપ્ત કરી પોતાના મુકામ સુધી પહોંચી ગયા. 

ગામના લોકોએ મનાવ્યો જશ્ન
આ સફળતાની વાત સાંભળીને સ્થાનિક લોકો ખૂબ ખુશ થયા છે. ગ્રામજનોનું કહેવું છે કે આઝાદી બાદ આ પહેલો છોકરો છે જે પોતાની મહેનત અને લગનના લીધે પોતાના ગામનું રોશન કર્યું છે. ગ્રામીણ કહે છે કે હવે જરૂર છે કે યુવાનો અને બાળકોને રાકેશ પાસેથી શિખામણ લેવાની અને સાચી લગન અને મહેનતથી અભ્યાસ કરવાની જો સાચી લગન અને નિષ્ઠાથી બાળકો મહેનત કરે તો તેમને જરૂર સફળતા મળશે. બીજી તરફ પંચાયતના મુખિયા મમતા ચૌધારીએ આઇએએનએસને જણાવ્યું હતું કે આજે રાકેશ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ બની ગયો છે. તેમણે કહ્યું કે જલદી જ રાકેશને સન્માનિત કરવામાં આવશે. રાકેશની નિયુક્તિ જિલ્લાના તુર્કીની પ્રાથમિક વિદ્યાલય બરકુરવામાં થઇ છે. જ્યાં તે બાળકોને શિક્ષણ આપશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news