અંબાજીમાં PM મોદી મા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવ્યું, ગબ્બર પહોંચી મહાઆરતી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અંબાજી શક્તિપીઠ ધામમાં પૂજા-અર્ચના કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈ મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. અંબાજી મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 અંબાજીમાં PM મોદી મા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવ્યું, ગબ્બર પહોંચી મહાઆરતી કરી

અંબાજી: પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. PM મોદીના હસ્તે બનાસકાંઠામાં રૂ. 6909 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. હાલ તેઓ બનાસકાંઠામાં કરોડોના વિકાસકાર્યોની ભેટ આ આપ્યા બાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈ મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. અંબાજી મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અંબાજી શક્તિપીઠ ધામમાં પૂજા-અર્ચના કરી. આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજી મંદિરમાં કપૂર આરતી કરી હતી. ત્યારબાદ ગબ્બર પહોંચી મહાઆરતી કરી હતી.

No description available.

(Source: DD News) pic.twitter.com/RtPOjWiECT

— ANI (@ANI) September 30, 2022

No description available.

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂજા-અર્ચના કરાવી. મંદિરમાં પૂજા કરાયેલી મા અંબાની પ્રતિમા મહારાજ પીએમ મોદીને અર્પણ કરાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈ અંબાજી મંદિરને ફૂલોથી શણગારાયો છે. અંબાજી મંદિરમાં શણગાર યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેઓ સાંજે 7થી 7.30 વાગ્યા સુધી અંબાજી મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ગબ્બરમાં મહાઆરતીમાં ભાગ લીધો હતો. અંબાજી ખાતે પ્રસાદ યોજના અંતર્ગત ભાવિકોની સુવિધા માટે પ્રધાનમંત્રી 53 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news