મકાનથી માંડીને બેંક બેલેન્સ સુધી તમામ સંપત્તી હાથીઓનાં નામે કરી, કોણ છે આ વ્યક્તિ
Trending Photos
પટના : કેરળમાં ગર્ભવતિ હાથણી વિનાયકીની હત્યા બાદથી હાથી ખુબ જ ચર્ચામાં છે. એક તરફ કેરળમાં જ્યાં ગર્ભવતી હાથીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવીને મારી દેવાયું તો બીજી તરફ એક બિહારી વ્યક્તિએ પોતાની તમામ સંપત્તી જ પોતાનાં બંન્ને હાથીઓનાં નામે લખી દીધી છે. પટના ખાતે રહેલા જાનીપુર નિવાસી અને એરાવત સંસ્થાનાં મુખ્ય પ્રબંધ 50 વર્ષીય અખ્તર ઇમામે પોતાનાં હાથિઓ મોતી અને રાનીનાં નામે તમામ પ્રોપર્ટી લખી દીધી છે.
જો કે તેનાં એવું કામ કરવા કર્યા બાદથી પોતાનો પરિવાર જ તેનો દુશ્મન બની ગયો છે. અખ્તરનું સંપુર્ણ જીવન સાથીઓ માટે જ સમર્પિત છે. તેમણે કહ્યુ કે, મે મારુ સંપુર્ણ જીવન જાયદાદ બંન્ને હાથીઓનાં નામે કરી દીધી છે. જો હાથી નહી રહે તો મારા પરિવારનાં કોઇ પણ સભ્યનાં કંઇ પણ નહી મળે. તેમણે કહ્યું કે, તેઓ 10 વર્ષથી પોતાની પત્ની અને બાળકોથી અલગ રહી રહ્યા છે.
એરવાત સંસ્થાના પ્રમુખ અખ્તર જણાવે છે કે, 12 વર્ષની ઉંમરથી જ હાથીઓની સેવા કરી રહ્યા છે. પારિવારિક વિવાદ હોવાના કારણે આજથી 10 વર્ષ પહેલા તેમની પત્ની બે પુત્ર અને પુત્રીની સાથે પિયર જતી રહી હતી. તેણે પોતાનાં પુત્ર અને પુત્રી મેરાજ ઉર્ફે રિંકુના દૂર્વ્યવહાર અને ખોટા રસ્તે જતા જોઇ તમામ સંપત્તીથી વંચિત કરી દીધા છે.
તેમણે અડધી સંપત્તી પોતાની પત્નીનાં નામે લખી દીધી છે અને પોતાનાં હિસ્સાની લગભગ 5 કરોડ રૂપિયાની સંપત્તી મકાન, બેંક બેલેન્સ તમામ હાથિઓનાં નામે કરી દીધી છે. અખ્તરે કહેવું છે કે, જો બંન્ને હાથીઓનાં મોત થઇ જાય છે તો આ તમામ સંપત્તી એરાવત સંસ્થાને જતી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે