IRCTC હોટલકાંડ મુદ્દે ED દ્વારા લાલુ-રાબડી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ
રેલ્વેની બે હોટલને બિનકાયદેસર રીતે લીઝ પર આપવા મુદ્દે મની લોન્ડ્રિંગ મુદ્દે ઇડીએ લાલુ યાદવ તથા પત્ની રાબડી દેવી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે
Trending Photos
નવી દિલ્હી : લાલુ પરિવારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રેલ્વેની બે હોટલને અયોગ્ય રીતે લીઝ પર આપવાનાં મુદ્દે મની લોન્ડરિંગના કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા લાલુ યાદવ તથા પત્નીરાબડી દેવી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી અને લાલુના પુત્ર તેજસ્વીનું નામ પણ છે. સાથે જ પુર્વ કેન્દ્રીય મંત્રી અને લાલુના ખાસ પીસી ગુપ્તા અને તેમની પત્ની સરલા ગુપ્તાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
આરોપ પત્રમાં ઘણા મહત્વના ખુલાસાઓ
ઇડીએ જે આરોપ પત્ર દાખલ કર્યું છે તેમાં ઘણા મહત્વના ખુલાસાઓ થયા છે. ખાસ વાત છે કે પહેલી વાર લાલુના ખાસ સહયોગી પીસી ગુપ્તાનું નામ આવ્યું છે. ઇડીનો આરોપ છે કે ગુપ્તાની કંપનીઓ દ્વારા જ પૈસા આવ્યો હતો. લાલુ પર આરોપ છે કે રેલ્વે મંત્રી રહેવા દરમિયાન તેમણે રેલ્વેની હોટલોને સામાન્ય ભાવમાં ચલાવવાનો કોન્ટ્રાક્ટ ફાળવી દીધો હતો. લાલુના પરિવાર વિરુદ્ધ મની લોન્ડરીંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસ વર્ષ 2006માં રેલ્વેની હોટલ ફાળવવામાં ગોટાળા સાથે જોડાયેલો છે. તે સમયે લાલુ રેલ્વે પ્રધાન હતા.
સીબીઆઇ દાખલ કરી ચુકી છે ચાર્જશીટ
અત્રે ઉલ્લેખનીય છે કે, લાલુ યાદવ પર રેલ્વેમાં હોટલ ટેન્ડર મુદ્દે કથિત ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. જેની તપાસ ચાલી રહી છે. આઇઆરસીટીસીની હોટલો લીઝ પર આપવાના મુદ્દે સીબીઆઇ પહેલા જ લાલુ તથા તેના પરિવારની વિરુદ્ધ કેસ દાખલ કરી ચુકી છે. સીબીઆઇએ લાલુ યાદવના ઘણા સ્થળો પર દરોડા પણ પાડ્યા હતા. સીબીઆઇએ 2006નાં આઇઆરસીટીસી હોટલના સંચાલન મુદ્દે થયેલા એમઓયુમાં ગોટાળાની તપાસ કરતા પૂર્વ રેલ્વે મંત્રી લાલુ યાદવ, પત્ની રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ, રેલ્વે બોર્ડના એક ટોપના અધિકારી, રાષ્ટ્રીય જનતા દળના સાંસદ પી.સી ગુપ્તા અને અન્ય લોકોની વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે