10, 20 અને 50 રૂપિયાની નોટ માટે આવ્યા મોટા અપડેટ, શું બજારમાંથી ગાયબ થઈ ગઈ આ નોટ!
10 20 50 ka note : લોકસભામાં કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે ફાઈનાન્સ મંત્રી પત્ર લખીને કહ્યું કે, માર્કેટમાં કરન્સી નોટોની તંગી થઈ છે, જેનાની નાના કારોબર કરનારા અને ગરીબોને તકલીફ પડી રહી છે. આવામાં આરબીઆઈને 10, 20 અને 50 રૂપિયાની નોટ છાપવાનો આદેશ આપ
Trending Photos
currency note shortage : દેશમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શન તેજીથી વધી રહ્યું છે અને લોકોમા રૂપિયા ખિસ્સામાં રાખીને ફરવાની આદત લગભગ નાબૂદ થઈ ગઈ છે. તેની અસરથી માર્કેટમાં કરન્સી નોટની અછત વર્તાઈ રહી છે. આ બાબતને લઈને કોંગ્રેસ સાંસદે ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે અને નાની મૂલ્યની કરન્સી નોટની માર્કેટમાં અછતનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, આ નોટોની અછતને પગલે મોટી સમસ્યા થઈ રહી છે.
લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને નાની નોટ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, માર્કેટમાં છાપેલી નોટોની અછત થઈ ગઈ છે, જેના કારણે ગરીબોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ટાગોરે લખ્યુંક ે, 10, 20 અને 50 ની નોટની તંગીને કારણે ગ્રામીણ અને શહેરી ગરીબોને તકલીફ થઈ રહી છે.
શનિવારે ટાગોરે પત્ર લખ્યો કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ યુપીઆઈ અને કેશલેશ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ નોટને છાપવાનું બંધ કરી દીધું છે. ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની વાત તો સમજમાં આવે છે, પરંતું તેનાથી લોકોને અસર પડી રહી છે. જે લોકો ડિજીટલ પેમેન્ટનો ઉપયોગ નથી કરતા તેમને સમસ્યા આવી રહી છે. ખાસ કરીને ગ્રામીણ ભારતના લોકોને તકલીફો પડી રહી છે.
તેમણે કહ્યું કે, લોકોના મુદ્રા પ્રાપ્ત કરવાના મૌલિક અધિકારોનુ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઓછા અંકની નોટને કારણે નાના કારોબારી પ્રભાવિત થઈ રહ્યાં છે. જેમ કે, મજૂર વર્ગ, રેંકડીવાળા કામ કરતા લોકો તેના પર નિર્ભર છે. કોંગ્રેસના સાંસદે ફાઈનાન્સ મંત્રીને કહ્યું કે, આરબીઆઈએ ઓછી રકમની કરન્સી નોટનું છાપકામ કરવુ જોઈએ. આ ઉપરાંત ગામમાં ડિજીટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન આપવું જોઈએ.
તમને જણાવી દઈએ કે દેશમાં ચાર જગ્યાએ કાગળની નોટો છાપવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ કરન્સી મેનેજમેન્ટ આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર નોટ છાપવાનું કામ કરે છે. કરન્સી નોટ પ્રેસમાંથી બે ભારત સરકારની અને બે રિઝર્વ બેંકની માલિકીની છે. નાસિક અને દેવાસમાં ભારતીય માલિકીની નોટ પ્રેસ છે. આ સિવાય મૈસુર અને સાલ્બોનીના પ્રેસની માલિકી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે