Adani Group ખરીદી શકે છે Air India! જાણો કેમ લગાવવામાં આવી રહ્યું છે અનુમાન
સરકારી વિમાન કંપની Air India ને ખરીદવાની દોડમાં એક નવું નામ સામે આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે દેશની મોટી કંપની અદાણી ગ્રુપ (Adani Group) એર ઇન્ડીયા ખરીદવાનું મન બનાવી રહી છે. આ પહેલીવાર છે જ્યારે લોનમાં ડૂબેલી સરકારી વિમાન કંપનીની ખરીદીમાં અદાણી ગ્રુપનું નામ સામે આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: સરકારી વિમાન કંપની Air India ને ખરીદવાની દોડમાં એક નવું નામ સામે આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે દેશની મોટી કંપની અદાણી ગ્રુપ (Adani Group) એર ઇન્ડીયા ખરીદવાનું મન બનાવી રહી છે. આ પહેલીવાર છે જ્યારે લોનમાં ડૂબેલી સરકારી વિમાન કંપનીની ખરીદીમાં અદાણી ગ્રુપનું નામ સામે આવ્યું છે. આ પહેલાં એર ઇન્ડીયાને ખરીદવા માટે ટાટા ગ્રુપ (Tata Group) અને હિંદૂજા જેવી મોતી કંપનીઓના નામ પણ સામે આવ્યા છે.
અદાણી ગ્રુપ કરી રહી છે ખરીદવાની તૈયારી
સૂત્રોનું કહેવું છે કે અદાણી ગ્રુપ સરકારી કંપની એર ઇન્ડીયા ખરીદવા માટે એક્સપ્રેશન ઓફ ઇંટ્રેસ્ટ (EoI) દાખલ કરી શકે છે. તેના માટે તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. તમને જણાવી દઇએ કે અદાણી ગ્રુપ ભારતની સૌથી મોટી એરપોર્ટ ઓપરેટર બનવાની દોડમાં છે. ગ્રુપ હાલ અમદાવાદ, લખનઉ અને મેંગલોર એરપોર્ટનું સંચાલન કરે છે. આ ઉપરાંત કંપની તિરૂવનંતપુરમ, અમદાવાદ અને ગુવાહાટીના એરપોર્ટના સંચાલન માટે પણ અરજી કરી ચૂકી છે. જોકે કંપનીએ એર ઇન્ડીયા ખરીદવાના સમાચાર પર હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી. એક અન્ય અધિકારીનું કહેવું છે કે અદાણી ગ્રુપને એર ઇન્ડીયા ખરીદવમાં કાનૂની પડકાર મળી શકે છે. કારણ કે અદાણી ગ્રુપ પહેલાં જ કેટલાક એરપોર્ટનું સંચાલન કરી રહ્યું છે. જોકે કોઇપણ અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારને લેવાનો છે.
તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકાર આ વર્ષે એર ઇન્ડીયાના રોકાણનો નિર્ણય કરી ચૂકી છે. ભારત સહિત દુનિયાના તમામ ઇચ્છુક કંપનીઓ એર ઇન્ડીયા ખરીદવા માટે અરજી મંગાવવામાં આવી છે. એર ઇન્ડીયાની પાસે હાલ 22,000 કરોડ રૂપિયાની ભારે ભરખમ લોન છે. કેન્દ્ર સરકારે 2018માં પહેલીવાર એર ઇન્ડીયાના 76 ટકા સ્ટોક વેચવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ત્યારબાદ સરકારે એર ઇન્ડીયાના 100 ટકા સ્ટોક વેચવા માટે અરજી મંગાવી છે. પરંતુ હજુ સુધી કોઇ ખરીદદાર મળી શક્યો નથી.
(IANS Input)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે