Corona Vaccine: કોવૈક્સીન ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 77.8% અસરકારક, DCGI ની એક્સપર્ટ કમિટીએ કરી સમીક્ષા
ભારતમાં વર્તમાનમાં જે ત્રણ વેક્સિનને દેશમાં કોરોના વિરુદ્ધ જંગમાં લોકોને લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે, તેમાં સ્વદેશી વિકસિત કોવૈક્સીન પણ સામેલ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતની સ્વદેશી કોવિડ-19 વેક્સિન 'કોવૈક્સીન' ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ની એક્સપર્ટ કમિટીની સમીક્ષામાં 77.8 ટકા અસરકારક જોવા મળી છે. હૈદરાબાદની દવા નિર્માતા કંપની ભારત બાયોટેકે હાલમાં મેડ ઇન ઈન્ડિયા કોવિડ-19 વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનો ડેટા ડીજીસીઆઈને સોંપ્યો છે.
ભારતમાં વર્તમાનમાં જે ત્રણ વેક્સિનને દેશમાં કોરોના વિરુદ્ધ જંગમાં લોકોને લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે, તેમાં સ્વદેશી વિકસિત કોવૈક્સીન પણ સામેલ છે.
Covaxin shows 77.8 % efficacy in phase 3 trial data in review by subject expert committee (SEC): Sources
— ANI (@ANI) June 22, 2021
આ વર્ષે એપ્રિલમાં ભારત બાયોટેકે કહ્યું હતું કે ત્રીજા તબક્કાના અંતરિમ વિશ્લેષણના આધાર પર કોવૈક્સીન હળવા અને ગંભીર કોવિડ-19 કેસમાં 78 ટકા અસરકારક જોવા મળી છે. વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલના ડેટા જારી કરવામાં વિલંબને કારણે હૈદરાબાદ સ્થિત દવા નિર્માતા કંપનીએ ભારે આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.
ડીસીજીઆઈએ કોવૈક્સીનના પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલ ડેટાના આધાર પર ભારતમાં જાન્યુઆરી મહિનામાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. કોવૈક્સીનનો ડેટા જારી કરવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે શરૂઆતી સ્ટડીમાં તે દાવો કરવામાં આવ્યો હતો કે કોવિશીલ્ડ વેક્સિન ભારત બાયોટેકની કોવૈક્વીનના મુકાબલે કોરોના સામે જંગમાં વધુ એન્ટીબોડી પેદા કરે છે.
સ્ટડીમાં તે જોવામાં આવ્યું કે કોવૈક્સીનના બે ડોઝ લીધા બાદ કોવિશીલ્ડ લેનારા 98 ટકા મામલામાં જેટલી એન્ટીબોડી જોવા મળી એટલી કોવૈક્સીન લગાવનારા 80 ટકામાં જોવા મળી હતી.
પરંતુ ભારત બાયોટેકે તેને વધુ મહત્વ ન આપતા કહ્યું હતું કે શરૂઆતી રિસર્ચમાં ખામીઓ હતી અને તેને એડહોકના આધાર પર કરવામાં આવ્યું હતું. દવા કંપનીએ તે પણ કહ્યું હતું કે સ્ટડીની સહકર્મી-સમીક્ષા કરવામાં આવી નહતી અને તેને વૈજ્ઞાનિક રૂપથી ડિઝાઇન કરવામાં આવી નહતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે