ભાજપ માટે બ્રહ્માસ્ત્ર છે મોદી સરકારની આ 12 યોજનાઓ, બનશે ચૂંટણીમાં જીતની ગેરંટી

Loksabha Election 2024: 12 યોજનાઓ મોદી સરકાર માટે સાબિત થશે હુકમનો એક્કો, ફરી અપાવશે દિલ્હીનો દરબાર. દેશની કરોડો જનતાને મળે છે સરકારની આ સરસ યોજનાઓનો લાભ...

ભાજપ માટે બ્રહ્માસ્ત્ર છે મોદી સરકારની આ 12 યોજનાઓ, બનશે ચૂંટણીમાં જીતની ગેરંટી

Best Schemes of Modi Government: હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે સરકાર કોઈ પણ સંજોગોમાં હેટ્રીક ફટકારવા માગે છે. આ છે મોદી સરકારની તે 12 યોજનાઓ, જેના દ્વારા લોનથી લઈને સારવારમાં મળી રહી છે લાખો રૂપિયાની મદદ...કેન્દ્ર સરકારે લોન લેવા ઈચ્છુક લોકોની સાથે જ ઈન્શ્યોરન્સ વગેરેને લઈને અનેક યોજનાઓ શરૂ કરી છે.

આ યોજનાઓનો તમે અનેક કેસમાં ફાયદો પણ ઉઠાવી શકો કેન્દ્ર સરકાર તરફથી અનેક વર્ગના લોકો માટે યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓ દ્વારા કરોડો લોકોને ફાયદો મળી રહ્યો છે. સરકારે ઈન્શ્યોરન્સ આપવાની સાથે જ બિઝનેસ શરૂ કરવા માટે લોકોને મુદ્રા લોનની વ્યવસ્થા પણ કરી આપી છે. એવામાં તમારે આ યોજનાઓ વિશે જાણવું જોઈએ અને જો જરૂરિયાત હોય તો તમે પણ આ યોજનાઓનો ફાયદો ઉઠાવી શકે છે.

કેન્દ્ર સરકારની આવી કઈ યોજનાઓ છે જે તમારા કામમાં આવી શકે છે. એક વર્ષ પહેલાં કરાયેલાં સર્વેના આ આંકડા છે. હવે તો આ યોજનાના લાભાર્થીઓનો આંકડો તેના કરતો ઘણો બધો આગળ વધી ચુક્યો છે. પણ તમામ યોજનાઓના નવા આંકડાઓ ઉપલબ્ધ ન હોવાથી તમને એક અંદાજ આંકવા માટે એક વર્ષ પહેલાંના આંકડા દર્શાવી રહ્યાં છીએ. ગુજરાતીઓ સહિત દેશવાસીઓ આ યોજનાઓનો ભરપુર લાભ ઉઠાવી રહ્યાં છે. 

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત):
અંદાજે એક વર્ષ પહેલાં 1.91 કરોડથી વધારે લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત લોકોને હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર માટે વીમો આપવામાં આવે છે.

ભારતનેટ:
અંદાજે એક વર્ષ પહેલાં દેશની 1.73 લાખથી વધારે ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડવામાં આવી. ભારતનેટ પરિયોજના ભારતની 2.5 લાખ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીમાં લાવવાનો કાર્યક્રમ છે.

સોઈલ હેલ્થ કાર્ડ:
અંદાજે એક વર્ષ પહેલાં આ યોજનામાં 22.87 કરોડથી વધારે સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા. મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજના અંતર્ગત ખેડૂતોને જે કાર્ડ આપવામાં આવે છે. જેમાં ખેતરની માટી કયા પ્રકારની છે તેની જાણકારી મળે છે. તેનાથી ખેડૂત સારું ઉત્પાદન મેળવી શકે છે.

જળ જીવન મિશન:
અંદાજે એક વર્ષ પહેલાં આ મિશનમાં 7.75 કરોડ ગ્રામીણ ઘરોમાં પહોંચાડવામાં આવ્યું નળથી શુદ્ધ પાણી. જળ જીવન મિશન કેન્દ્ર સરકારનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. જેનો ઉદ્દેશ્ય દરેક ગ્રામીણ ઘરમાં 2024 સુધી નળની પાણી પહોંચાડવાનો છે.

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના:
અંદાજે એક વર્ષ પહેલાં 25.05 લાખથી વધારે રેકડી-લારીવાળાઓને 10-10 હજાર રૂપિયાની રાહતભરી લોન આપવામાં આવી. આ યોજના અંતર્ગત 10,000 રૂપિયા સુધીની રેકડી-લારીવાળાઓને આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી):
અંદાજે એક વર્ષ પહેલાં શહેરી ગરીબો માટે 1.12 કરોડથી વધારે સસ્તા મકાન સ્વીકૃત કરવામાં આવ્યા. આ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે.

મુદ્રા યોજના:
અંદાજે એક વર્ષ પહેલાં મુદ્રા યોજના અંતર્ગત તે વ્યક્તિઓને લોન આપવામાં આવી રહી છે, જે પોતાનો ખુદનો વેપાર શરૂ કરવા માગે છે.

સ્ટાર્ટઅપ ઈન્ડિયા:
સ્ટાર્ટઅપ ઈન્ડિયા સરકારની એક પહેલ છે. જેના દ્વારા નવા સ્ટાર્ટઅપને બિઝનેસમાં મદદ કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના:
અંદાજે એક વર્ષ પહેલાં 10.34 કરોડથી વધારે લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. તેમાં નાગરિકોને એક ખાસ વીમો આપવામાં આવે છે. અને તેમાં કોઈપણ કારણથી વીમો લેનાર વ્યક્તિનું મોત થાય તો તે વ્યક્તિને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના:
અંદાજે એક વર્ષ પહેલાં 23.40 કરોડથી વધારે લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. આ એક વ્યક્તિગત દુર્ઘટના વીમો હોય છે. જે દુર્ઘટનાના કારણે મૃત્યુ કે વિકલાંગતાથી સુરક્ષા આપે છે. તેમાં દર વર્ષે લોકોએ 12 રૂપિયાની ચૂકવણી કરવાની હોય છે.

અટલ પેન્શન યોજના:
અંદાજે એક વર્ષ પહેલાં 3.10 કરોડ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. આ યોજના અંતર્ગત એકાઉન્ટમાં દર મહિને એક નક્કી યોગદાન કરવા પર રિટાયરમેન્ટ પછી 1 હજાર રૂપિયાથી 5 હજાર રૂપિયા મંથલી સુધીનું પેન્શન મળે છે.

જન ઔષધિ કેન્દ્ર:
અંદાજે એક વર્ષ પહેલાં દેશમાં 7900થી વધારે જન ઔષધિ કેન્દ્ર બન્યા છે. જેનાથી અનેક લોકોને ફાયદો થયો છે. આ એક પ્રકારનો મેડિકલ સ્ટોર છે. જ્યાંથી લોકો સસ્તામાં દવાઓ ખરીદી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news