ક્યાંક તમારું હોલમાર્ક વાળું સોનું નકલી તો નથી ને, આવી રીતે કરો અસલી સોનાની ઓળખ

Gold News: જ્યારે પણ તમે સોનું ખરીદો છો, ત્યારે તમારે તેના હોલમાર્કને ચોક્કસપણે તપાસવું જોઈએ. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ભારતમાં અસલી સોનાની ઓળખ માટે ગુણવત્તા પ્રમાણપત્રો આપે છે. શું તમે જાણો છો કે વાસ્તવિક સોનાની ઓળખ હોલમાર્કથી પણ નથી થતી. 

ક્યાંક તમારું હોલમાર્ક વાળું સોનું નકલી તો નથી ને, આવી રીતે કરો અસલી સોનાની ઓળખ

Gold News: પહેલા તમે જે સોનું ખરીદતા હતા તેના પર ચાર અંકોની સાથે હૉલમાર્ક બનતો હતો. હવે તેમાં ફેરફાર થઈ ગયો છે. પહેલી એપ્રિલ 2023થી સોનાના ઘરેણાં પર છ અંકના આલ્ફા ન્યૂમેરિક HUID સાથે આવે છે. સોનાની શુદ્ધતાની તપાસ ભારતીય માનક બ્યૂરો એટલે કે BIS કરે છે. જો સોનું શુદ્ધ હોય તો તેને એક માર્ક આપવામાં આવે છે. જેને હૉલમાર્ક કહે છે. જો કે, કેટલાક જ્વેલર નકલી હૉલમાર્ક પણ લગાવે છે જેને ડબ્બા હોલમાર્ક કહે છે. પરંતુ હવે HUID લાગૂ થઈ જતા જ્વેલર માટે આવી છેતરપિંડી કરવી સરળ નહીં રહે.

જો તમારી સોનાની વસ્તુ પર 22K916 લખ્યું છે તો તેનો અર્થ એવો થયો કે તે 22 કેરેટનું સોનું છે અને તેની શુદ્ધતા 91.6 ટકા છે. અને બાકીનું ચાંદી કે ઝીંક છે. જો તમારા ઘરેણાં પર 18K750 લખ્યું છે. તો તે 75 ટકા શુદ્ધ સોનું છે અને તેમાં 25 ટકા મિલાવટ છે. અનેક દુકાનદાર 18 કેરેટ સોના પર 22 કેરેટના પૈસા લે છે. આવી જ રીતે જો જ્વેલરી પર 14K585 લખેલું છે તો તે 14 કેરેટનું સોનું છે અને માત્ર 58.5 ટકા શુદ્ધ છે.

જો તમને જ્વેલર હજી પણ ચાર આંકડાના હોલમાર્ક વાળું સોનું વેચે છે તો આ જૂના છે. જૂના કે નવા કોઈ પણ હોલમાર્કને લઈને તમારા મનમાં શંકા છે તો તમે તેનું સમાધાન કરી શકો છો. આ માટે તમારે BIS કેરની એપ ડાઉનલોડ કરવાની રહેશે. જેમાં તમારે તમારું નામ, ફોન નંબર અને ઈમેઈલ આઈડી મુકવાનું રહેશે. બાદમાં ઓટીપી નાંખશો એટલે વેરિફાઈ કરવાનું ફીચર આપવામાં આવશે. તમે HUID નંબર એન્ટર કરશો એટલે તમને તે અસલી છે કે નકલી તેની ખબર પડી જશે.  આ સાથે તમે હોલમાર્કિંગ સેન્ટર જઈને પણ સોનાની શુદ્ધતાની ખાતરી કરી શકો છો. દેશના તમામ હોલમાર્કિંગ સેન્ટરની યાદી BISની વેબસાઈટ https://www.bis.gov.in/hallmarking-overview/hallmarking-centre/list-of-h... પર મળી જશે..

આ પણ વાંચો:
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે પહેર્યો એવો અતરંગી ડ્રેસ, યુઝર્સે કહ્યું- 'ઝેબ્રા ક્રોસિંગ
Mangal Gochar 2023: આ 4 રાશિનાં જાતકો બસ પૈસા ગણવા માંડો! મંગળ કરાવશે અઢળક ધન લાભ
ધૂમ વેચાઈ રહી છે Tataની આ Electric Car, ફુલ ચાર્જમાં આપશે 315 KMની રેન્જ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news