Assembly Election 2021: શરદ પવારે ભાજપ વિશે કરી મોટી 'ભવિષ્યવાણી', જાણો શું કહ્યું? 

NCP અધ્યક્ષ શરદ પવારે (Sharad Pawar)  2021ની આગામી વિધાનસભા ચૂંટણીઓના પરિણામ વિશે ભવિષ્યવાણી કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાએ રવિવારે દાવો કર્યો કે અસમને બાદ કરતા ભારતીય જનતા પાર્ટી (BJP)  ચારેય રાજ્યોમાં ચૂંટણી હારશે. તેમણે કહ્યું કે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામથી દેશને એક નવી દિશા મળશે. મહારાષ્ટ્રના  બારામતી શહેરમાં પત્રકારો સાથે વાતચીતમાં પવારે ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં ભાજપ પર રાજનીતિક શક્તિના દૂરઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો. 
Assembly Election 2021: શરદ પવારે ભાજપ વિશે કરી મોટી 'ભવિષ્યવાણી', જાણો શું કહ્યું? 

પુણે: NCP અધ્યક્ષ શરદ પવારે (Sharad Pawar)  2021ની આગામી વિધાનસભા ચૂંટણીઓના પરિણામ વિશે ભવિષ્યવાણી કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાએ રવિવારે દાવો કર્યો કે અસમને બાદ કરતા ભારતીય જનતા પાર્ટી (BJP)  ચારેય રાજ્યોમાં ચૂંટણી હારશે. તેમણે કહ્યું કે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામથી દેશને એક નવી દિશા મળશે. મહારાષ્ટ્રના  બારામતી શહેરમાં પત્રકારો સાથે વાતચીતમાં પવારે ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં ભાજપ પર રાજનીતિક શક્તિના દૂરઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો. 

પવારની 'રાજકીય ભવિષ્યવાણી'
પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, અસમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માર્ચ-એપ્રિલમાં થવાની છે. જ્યારે મતગણતરી 2જી મેના રોજ થશે. તેમણે (Sharad Pawar) કહ્યું કે 5 રાજ્યોના ચૂંટણી પરિણામ અંગે આજે વાત કરવું ખોટું છે. કારણ કે જનતા આ વખતે નિર્ણય કરશે. કેરળમાં ડાબેરી પક્ષો અને NCP એક સાથે છે અને અમને ભરોસો છે કે અમને સ્પષ્ટ બહુમત મળશે. પૂર્વ કેન્દ્રીય મંત્રીના જણાવ્યાં મુજબ તમિલનાડુમાં લોકો દ્રમુક (DMK) ના ચીફ એમ કે સ્ટલિનનું સમર્થન કરશે અને તેઓ સત્તામાં આવશે. 

મમતા બેનર્જીની સરકાર બનવાનો દાવો
એનસીપી પ્રમુખે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકાર સત્તાનો દુરઉપયોગ કરી રહી છે અને એક બહેન પર હુમલો કરવાનો પ્રયત્ન કરી રહી છે. જે રાજ્યના લોકો માટે લડતનો પ્રયત્ન કર છે. મને એ વાતમાં કોઈ શંકા નથી કે મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર ચૂંટણી  બાદ સત્તામાં વાપસી કરશે. પવારે  કહ્યું કે અન્ય ચૂંટણી રાજ્યોમાં ભાજપે હારનો સામનો કરવો પડશે અને તે ચાર રાજ્યોમાં બીજી પાર્ટીઓ સત્તામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news