ભગવાન સાથે ભક્તએ કરી મજાક! દાન પેટીમાં નાખ્યો 100 કરોડનો ચેક, પરંતુ ખાતામાં હતા માત્ર આટલા રૂપિયા

Fraud With Temple: આંધ્ર પ્રદેશના શ્રી વરાહલક્ષ્મી નરસિમ્હા મંદિરમાં એક ભક્તે ભગવાન સાથે ગેમ રમી છે. ભક્તે દાન પેટીમાં 100 કરોડ રૂપિયાનો ચેક નાખ્યો પરંતુ જ્યારે તપાસ થઈ તો તેના ખાતામાં માત્ર 17 રૂપિયા હતા. 
 

ભગવાન સાથે ભક્તએ કરી મજાક! દાન પેટીમાં નાખ્યો 100 કરોડનો ચેક, પરંતુ ખાતામાં હતા માત્ર આટલા રૂપિયા

Andhra Pradesh News: આંધ્ર પ્રદેશના સિંહાચલમ સ્થિત શ્રી નસિમ્હા સ્વામી મંદિર Sri Varahalakshmi Narasimha Swamy Temple)માં એક ભક્તે દાનપેટીમાં 100 કરોડ રૂપિયાનો ચેક જમા કર્યો હતો. જ્યારે મંદિરના અધિકારીઓએ સંબંધિ બેન્કને ચેક મોકલ્યો, તો તે જાણીને ચોકી ગયા કે ભક્તના ખાતામાં માત્ર 17 રૂપિયા હતા. ચેકની તસવીર ગુરૂવારે સોશિયલ મીડિયા પર સામે આવી છે. ચેક પર બોડ્ડેપલ્લી રાધાકૃષ્ણનની સહી હતી. ભક્તે ચેક પર તારીખ લખી નથી, જે કોટક મહિન્દ્રા બેન્કનો છે. ચેકથી ખ્યાલ આવે છે કે ભક્ત વિશાખાપટ્ટનમમાં બેન્કની શાખામાં ખાતાધારક છે. 

ખાતામાં મળ્યા માત્ર 17 રૂપિયા
જ્યારે મંદિર સંસ્થાના અધિકારીઓને હુંડીમાં ચેક મળ્યો, ત્યારે તેઓ તેને કાર્યકારી અધિકારી પાસે લઈ ગયા. તેને કંઈક ગૂંચવાયેલું લાગ્યું અને તેણે અધિકારીઓને સંબંધિત બેંક શાખામાં તપાસ કરવા કહ્યું કે શું ચેક આપનારના ખાતામાં ખરેખર 100 કરોડ રૂપિયા છે? બેંક અધિકારીઓએ મંદિર સંસ્થાને જાણ કરી કે જે વ્યક્તિએ ચેક ઈશ્યુ કર્યો તેના ખાતામાં માત્ર 17 રૂપિયા હતા. મંદિરના સત્તાવાળાઓ દાતાની ઓળખ માટે બેંકની મદદ લેવાનું વિચારી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જો દાતાનો ઈરાદો મંદિર સત્તાવાળાઓ સાથે છેતરપિંડી કરવાનો હતો, તો બેંકને તેની સામે ચેક બાઉન્સનો કેસ શરૂ કરવા વિનંતી કરવામાં આવી શકે છે.

આંધ્ર પ્રદેશના પ્રસિદ્ધ મંદિરમાં ફ્રોડ
ભક્તની આ હરકતને કારણે ઈન્ટરનેટ પર બબાલ શરૂ થઈ છે. જ્યારે કેટલાક લોકોએ કોમેન્ટ કરી છે કે તે વ્યક્તિએ ભગવાનના ક્રોધને આમંત્રિત કર્યો છે. કેટલાક અન્યએ ટિપ્પણી કરી કે તેણે પોતાની પ્રાર્થનાઓનો ઉત્તર આપવા માટે ભગવાનને એડવાન્સમાં ચુકવણી કરી છે. બંદરગાહ શહેરમાં સિંહાચલમ પહાડી પર સ્થિત શ્રી વરાહલક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર આંધ્ર પ્રદેશના પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news