જેની આંખથી ડરે છે આખુ ઉત્તરપ્રદેશ, તે PM મોદી વિરુદ્ધ લડશે ચૂંટણી
લોકસભા ચૂંટણી 2019ની રાજકીય હલચલ વચ્ચે પ્રયાગરાજ નૈની જેલમાં રહેલ બાહુબલી નેતા અતીક અહેમદે વારાણસીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડવા માટે તૈયાર છે
Trending Photos
લખનઉ : લોકસભા ચૂંટણી 2019ની રાજકીય ગરમી વચ્ચે પ્રયાગરાજ નૈની જેલમાં બંધ બાહુબલી નેતા અતીક અહેમદે વારાણસીથી વડાપ્રધાન મોદીની વિરુદ્ધ ચૂંટણી લડવા માટે તૈયાર છે. અહેમદ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર વારાણસીની જેલમાંથી જ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. બાહુબલી અતીક અહેમદે આજે સ્પેશ્યલ એમપી એમએલએ કોર્ટમાં પોતાના માટે પેરોલની અરજી દાખલ કરી છે.
પ્રસપાના મહાસચિવ પૂર્વ મંત્રી લલ્લન રાયે જણાવ્યું કે, તેમની ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવશે જેની તૈયારી પુર્ણ કરવામાં આવી ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અતીક અહેમદને સુપ્રીમ કોર્ટે નૈની જેલથી ગુજરાતની કોઇ જેલમાં રાખવા માટે જણાવાયું હતું. સાથે જ લખનઉનાં વેપા મોહિત જયસ્વાલનું અપહરણ કરી દેવરિયા જેલમાં થયેલી મારામારી મુદ્દે સીબીઆઇને સુપુર્દ કરીને અતીક અહેમદ અંગેનાં કેસની માહિતી માંગી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે