બાબરી મસ્જિદના પક્ષકારને ધમકીભર્યો પત્ર- 'દાવો છોડો, નહીં તો સરહદ પાર મોકલી દઈશું'

અયોધ્યાના વિવાદાસ્પદ સ્થળ કેસમાં બાબરી મસ્જિદના પક્ષકારને ધમકીભર્યો એક પત્ર મળ્યો છે. ધમકીવાળા પત્રમાં કહેવાયું છે કે તેઓ બાબરી મસ્જિદ પર પોતાની દાવેદારી છોડે, નહીં તો તેમને ભારતની સરહદથી બહાર કરી દેવામાં આવશે.

બાબરી મસ્જિદના પક્ષકારને ધમકીભર્યો પત્ર- 'દાવો છોડો, નહીં તો સરહદ પાર મોકલી દઈશું'

મનમીત ગુપ્તા, ફૈઝાબાદ: અયોધ્યાના વિવાદાસ્પદ સ્થળ કેસમાં બાબરી મસ્જિદના પક્ષકારને ધમકીભર્યો એક પત્ર મળ્યો છે. ધમકીવાળા પત્રમાં કહેવાયું છે કે તેઓ બાબરી મસ્જિદ પર પોતાની દાવેદારી છોડે, નહીં તો તેમને ભારતની સરહદથી બહાર કરી દેવામાં આવશે. આ સાથે એમ  પણ કહેવામાં આવ્યું છે કે દાવો છોડશે તો તેમને ગળે લગાવવામાં આવશે. કહેવાય છે કે આ પત્ર અમેઠીથી આવ્યો છે. પત્ર મોકલનારે પોતાનું નામ સૂર્યપ્રકાશ સિંહ જણાવ્યું છે. 

અયોધ્યા બાબરી મસ્જિદ પક્ષકાર ઈકબાલ અન્સારીને પત્રના માધ્યમથી ધમકી મળી છે. ધમકીભર્યો પત્ર ઉત્તર પ્રદેશના અમેઠી વિસ્તારથી લખાયો છે. પત્ર મોકલનારે પોતાનું નામ પણ લખ્યું છે. પત્ર મોકલનારનું નામ સૂર્યપ્રકાશ સિંહ છે. ધમકીભર્યા પત્રમાં પદ નામનો પણ ઉલ્લેખ છે. પત્રમાં રામજન્મ ભૂમિ મુક્તિ આંદોલન કારસેવા વહીની પ્રમુખ ગૌરક્ષ તથા વિહિપનું નામ પણ લખ્યું છે. 

અયોધ્યાના સીઓ રાજુકુમાર સાવનું કહેવું છે કે પત્રની તપાસ થઈ રહી છે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. ઈકબાલની સુરક્ષાને લઈને ઉચ્ચ અધિકારીને સૂચિત કરવામાં આવશે. ઈકબાલ અન્સારીએ પોતાને જીવનું જોખમ હોવાનું જણાવ્યું છે. 

અયોધ્યા બાબરી મસ્જિદ પક્ષકાર ઈકબાલ અન્સારીનું કહેવું છે કે મોડી સાંજે કુરિયર દ્વારા 4 પાનાનો ધમકીભર્યો પત્ર મળ્યો છે. પત્ર મોકલનારના નામનો પણ ઉલ્લેખ કરાયો છે. ઈકબાલ અન્સારીએ સુરક્ષા વધારવાની માગણી કરી છે. તેમણે જિલ્લા પ્રશાસન પર આરોપ લગાવ્યો છે કે તેમને પર્યાપ્ત સુરક્ષા મળતી નથી. ઈકબાલનું કહેવું છે કે પહેલા પણ બે ધમકીભર્યા પત્રો મળ્યા હતાં. જો તેમને કઈ થશે તો તે સરકારની જવાબદારી રહેશે. 

અયોધ્યા પોલીસ ક્ષેત્રાધિકારી રાજુકુમાર સાવનું કહેવું છે કે પોલીસે તે પત્રને પોતાના કબ્જામાં લીધો છે. પત્રની સત્યતાની ચકાસણી થઈ રહી છે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષા વધારવાના નિર્ણય ઉપલા અધિકારી જાણે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news