રામ મંદિર નિર્માણના પાયામાં રાખવામાં આવશે ચાંદીની ઇંટ, સામે આવી પ્રથમ તસવીર

5 ઓગસ્ટે ભૂમિ પૂજન બાદ પ્રધાનમંત્રી ચાંદીની ઇંટથી મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરશે. આ ચાંદીની ઈંટ અયોધ્યા પહોંચી ગઈ છે. 
 

 રામ મંદિર નિર્માણના પાયામાં રાખવામાં આવશે ચાંદીની ઇંટ, સામે આવી પ્રથમ તસવીર

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમને લઈને તૈયારીઓ જોરશોરમાં છે. મંદિર નિર્માણને લઈને રામની નગરી અયોધ્યામાં હલચલ પણ તેજ થઈ ગઈ છે. રામ મંદિરના પાયામાં ચાંદીની ઈંટ રાખવામાં આવશે. તેની પ્રથમ તસવીર સામે આવી ગઈ છે. ફૈઝાબાદથી ભાજપના સાંસદ લલ્લૂ સિંહે તેને લઈને ટ્વીટ કર્યું છે. 

લલ્લૂ સિંહે ચાંદીની ઈંટની તસવીરને શેર લખ્યુ કે, આ મારૂ સૌભાગ્ય રહેશે કે આ પવિત્ર ઇંટને પ્રધાનમંત્રી દ્વારા સ્થાપિત કરવા સમયે મને પ્રાંગણમાં હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. મહત્વનું છે કે ચાંદીની આ અનોખી ઇંટનું વજન 22 કિલો 600 ગ્રામ છે. 

जय श्री राम 🚩 pic.twitter.com/YtVvAkw5Gk

— Lallu Singh (@LalluSinghBJP) July 28, 2020

5 ઓગસ્ટે ભૂમિ પૂજન બાદ પ્રધાનમંત્રી ચાંદીની ઇંટથી મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરશે. આ ચાંદીની ઈંટ અયોધ્યા પહોંચી ગઈ છે. 

પાયામાં ટાઇમ કેપ્સૂલના અહેવાલો નકાર્યા
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે ટાઈમ કેપ્સ્યૂલના અહેવાલોને ફગાવ્યાં છે. ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે ટાઈમ કેપ્સ્યૂલના અહેવાલોને ઉપજાવી કાઢેલા ગણાવ્યાં. તેમણે કહ્યું કે જે અહેવાલ ટ્રસ્ટના માધ્યમથી આવે તેના ઉપર જ વિશ્વાસ કરો અને કાલ્પનિક વાતો પર નહીં. ZEE NEWS એ પહેલા જ ટાઈમ કેપ્સ્યૂલના ખબરને ખોટા ગણાવ્યાં હતાં. 

અત્રે જણાવવાનું કે રામંદિરના ભૂમિપૂજનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હલચલ વધી રહી છે. દેશભરમાં મંદિર નિર્માણમાં સહયોગ આપવા માટે ગતિવિધિઓમાં તેજી આવી છે. ભૂમિ પૂજન માટે પવિત્ર નદીઓના જળ અને તીર્થ સ્થળોની પવિત્ર માટીને લાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભૂમિ પૂજન કરીને મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરશે. 

જુઓ LIVE TV

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news