સુરત: શાકભાજીની લારીઓ વાળા SMC સાથે બાખડ્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
Trending Photos
સુરત : સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા પર દબાણ કરનારાી મનપાની કામગીરી સામે લારીઓ બચાવવા માટે નવી ટ્રીક અપવાની રહ્યા છે. જો મનપા દબાણ દુર કરવા માટે આવે તો લારીમાંથી શાકભાજી અને ફ્રુટ રસ્તા પર ફેંકીને લારી લઇને ભાગી જવાનું. આમ કરવાથી લારી બચી જાય.અડાજણ શીતલ ચાર રસ્તા પાસે આવી જ એક ઘટના બની હતી. જેમાં બ્રિજ પરથી લારી નીચે ફેંકવાના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે, એસ.એમસી અને લારી વાળાઓ વચ્ચે થયેલ ઘર્ષણના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જો કે આ ઘર્ષણ દરમિયાન લારીઓ વાળા અને નાગરિકોનાં ટોળા વળી ગયા હતા. જેના પગલે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસએમસી દ્વારા ઝીરો દબાણ અનુસાર કેટલાક રૂટ જાહેર કરીને તેના પર દબાણ કરનારા કોઇની પણ લારીને હંમેશા માટે જપ્ત લઇ લેવાનો નિયમ બનાવ્યો છે. જો કે તાપીના કિનારે શીતલ ચાર રસ્તા પર શાકભાજી અને ફ્રુટની લારીવાળા મોટા પ્રમાણમાં એકઠા થઇને ટ્રાફીક જામ કરે છે.
બ્રિજ પર અડધા રસ્તે હાથમાં શાકભાજી લઇને ઉભા રહે છે. જેના કારણે અકસ્માતનો ભય રહે છે. જેના પગલે કોર્પોરેશન દ્વારા દબાણ કરનારાઓ વિરુદ્ધ કડક કામગીરીની માંગણી કરવામાં આવી રહી છે. મનપાની ટીમ જેવી ઘટના સ્થળે પહોંચી હતી તે સાથે જ ભાગદોડ સર્જાઇ હતી. કેટલાક શાકભાજીની લારી વાળાઓ દાદાગીરી કરીને લારી લઇને ભાગી ગયા હતા. તો વળી કેટલાક લારી સીધી બ્રિજ ઉપરથી ફેંકી હતી. નીચેથી લારી લઇને ભાગ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે