ઓટો ક્ષેત્ર મંદીઃ અશોક લેલેન્ડ સપ્ટેમ્બરમાં 18 દિવસ માટે બંધ કરશે ઉત્પાદન
અશોક લેલેન્ડ મુખ્યત્વે કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરે છે. કંપનીનું કુલ વેચાણ ઓગસ્ટ મહિનામાં 47 ટકા ઘટીને 9,231 વાહન રહી ગયું છે. ગયા વર્ષે કંપનીએ આ જ મહિનામાં 17,386 વાહનોનું વેચાણ કર્યું હતું. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, મધ્યમ અને ભારે કોમર્શિયલ વ્હિકલનું આ મહિને 5,349 એકમનું વેચાણ થયું છે.
Trending Photos
મુંબઈઃ ઓટો ક્ષેત્રમાં મંદીથી ઘેરાયેલી કંપનીઓ પોતાના ઉત્પાદનમાં સતત કાપ મુકી રહી છે, સાથે જ કામના કલાકો ઘટાડવા જેવા ઉપાય કરી રહી છે. મહિન્દ્રા, હ્યુન્ડાઈ અને મારૂતિ પછી હવે દેશની હેવી વ્હિકલ ઉત્પાદન ક્ષેત્રની દિગ્ગજ કંપની અશોક લેલેન્ડ દ્વારા પણ સપ્ટેમ્બરમાં પોતાના પ્લાન્ટ્સમાં 5 થી 18 દિવસ સુધી ઉત્પાદન બંધ રાખવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના પાછળનું કારણ માગમાં ઘટાડો જણાવ્યું છે. હાલ કંપની દેશના પોતાના તમામ પ્લાન્ટમાં કામકાજના દિવસો ઘટાડી રહી છે.
કંપનીએ સૌથી વધુ પંતનગરમાં 18 દિવસ માટે કામકાજ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત અલવરમાં 10 દિવસ, ભંડારામાં 10 દિવસ, એન્નોરમાં 16 દિવસ અને હોસુર પ્લાન્ટમાં 5 દિવસ કામકાજ બંધ રાખવાનો કંપની મેનેજમેન્ટે નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, દેશની ઓટો ઈન્ડસ્ટ્રી હાલ અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. એપ્રિલ મહિનાથી અત્યાર સુધી ઓટો ક્ષેત્રમાં 3 થી 4 લાખ લોકો બેકાર થયા છે અને હજુ પણ અસંખ્ય લોકોના રોજગાર પણ ખતરો તોળાઈ રહ્યો છે.
અશોક લેલેન્ડે કામકાજ બંધ કરતા પહેલા કર્મચારીઓને કંપની છોડવાની ઓફર પણ આપી છે. જેના અંતર્ગત કર્મચારીઓને નોટિસ આપીને સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના (VRS) અને કર્મચારી છુટા થવાની યોજના (ESS)ની ઓફર આપી છે. કંપનીએ આ યોજના એવા સમયે રજુ કરી છે, જ્યારે તેના કર્મચારી બોનસ વધારવા માટે હડતાળ પર હતા.
અશોક લેલેન્ડના વેચાણમાં 47 ટકાનો ઘટાડો
અશોક લેલેન્ડ મુખ્યત્વે કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરે છે. કંપનીનું કુલ વેચાણ ઓગસ્ટ મહિનામાં 47 ટકા ઘટીને 9,231 વાહન રહી ગયું છે. ગયા વર્ષે કંપનીએ આ જ મહિનામાં 17,386 વાહનોનું વેચાણ કર્યું હતું. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, મધ્યમ અને ભારે કોમર્શિયલ વ્હિકલનું આ મહિને 5,349 એકમનું વેચાણ થયું છે.
ઓટો ક્ષેત્રના ખરાબ દિવસો
દેશના ઓટો ક્ષેત્રની મુશ્કેલીઓમાં જરા પણ ઘટાડો થવાનું નામ નથી. દેશમાં સતત 10મા મહિના ઓગસ્ટમાં મુસાફર વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. વાહન નિર્માતા સંગઠન સિયામના આંકડા અનુસાર ઓગસ્ટ મહિનામાં પેસેન્જર વ્હિકલના વેચાણમાં ગયા વર્ષના આ જ મહિનાની સરખામણીએ 31.57 ટકાનો ઘટાડો થયો છે અને માત્ર 1,96,524 વાહન વેચાયા છે. વર્ષ 2018ના ઓગસ્ટ મહિનામાં 2,87,198 વાહનોનું વેચાણ થયું હતું. વાહનોનું કુલ વેચાણ જોઈએ તો વર્ષ 2019માં તેમાં 23.55 ટકાનો ઘટાડો નોંધાયો છે અને ઓગસ્ટ મહિનામાં 18,21,490 નવા વાહન વેચાયા છે. જેની સામે વર્ષ 2018ના ઓગસ્ટ મહિનામાં કુલ 23,82,436 વાહન વેચાયા હતા.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે