અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્યતિથિ, 'સદૈવ અટલ' પર રાષ્ટ્રપતિ-PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્યતિથિ છે.  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ સ્મૃતિ સ્થળ સદૈવ અટલ પર પહોંચ્યાં અને અટલજીને શ્રદ્ધાંજલિ આપી.

અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્યતિથિ, 'સદૈવ અટલ' પર રાષ્ટ્રપતિ-PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્યતિથિ છે.  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ સ્મૃતિ સ્થળ સદૈવ અટલ પર પહોંચ્યાં અને અટલજીને શ્રદ્ધાંજલિ આપી. અત્રે જણાવવાનું કે ભારત રત્નથી સન્માનિત અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018ના રોજ 93 વર્ષની આયુમાં નિધન થયું હતું. ત્યારબાદ ભાજપે તેમની અસ્થીઓને દેશની 100 નદીઓમાં વહાવી હતી અને તેની શરૂઆત હરિદ્વારમાં ગંગામાં વિસર્જન સાથે થઈ હતી. 

દિલ્હી સ્થિ પૂર્વ વડાપ્રધાનના સ્મૃતિ સ્થળ 'સદૈવ અટલ' પર અટલ બિહારી વાજપેયીની પુષ્યતિથિના અવસરે મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે. જેના પગલે અટલ બિહારી વાજપેયીના પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્ય, પૌત્રી નિહારીકા સહિત પરિવારના અન્ય સભ્યો પૂર્વ વડાપ્રધાનના સ્મૃતિ સ્થળે પહોંચ્યા છે. જ્યાં ભજનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અહીં તેમને અત્યાર સુધી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. 

— ANI (@ANI) August 16, 2019

ભારત રત્નથી સન્માનિત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રથમ પુણ્યતિથિના અવસરે જ્ઞાન ફાઉન્ડેશન અતુલ્ય અટલ નીતિ-રાષ્ટ્ર નીતિ પર એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. જેમાં કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રી શ્યામ જાજૂ મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. 

કાર્યક્રમનું આયોજન ડેપ્યુટી સ્પીકર હોલ, કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઈન્ડિયા, નવી દિલ્હીમાં થઈ રહ્યું છે. આ સાથે જ કાર્યક્રમમના અંતમાં અત્યારથી લઈને અટલજીની જયંતી (25 ડિસેમ્બર) સુધી જ્ઞાન ફાઉન્ડેશન દ્વારા થઈ રહેલા વિભિન્ન કાર્યક્રમની જાણકારી પણ આપવામાં આવશે. 

https://hindi.cdn.zeenews.com/hindi/sites/default/files/2019/06/28/400567-atal-1.jpg

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ટ્વીટ કરીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરતા શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું કે અટલજી ભારતીય લોકતંત્રની ઉત્કૃષ્ટમ પરંપરાઓના પ્રેરણા પૂંજ હતાં. લોકતંત્રની સાત્વિક મર્યાદાઓના મૂર્તરૂપ હતાં. દેશ પોતાના માનવતાવાદી યુગદ્રષ્ટા નેતા, સહ્યદય અને ઓજસ્વી શબ્દશિલ્પીને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરતો રહેશે. પુણ્યાત્માને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે વાજપેયી પહેલીવાર 1996માં વડાપ્રધાન બન્યા હતાં. પરંતુ આ દરમિયાન ફક્ત 13 દિવસ સુધી જ તેમની સરકાર ચાલી હતી. ત્યારબાદ ફરીથી તેઓ 1998માં વડાપ્રધાન બન્યા હતાં. પરંતુ આ વખતે પણ તેમની સરકાર ફક્ત 13 મહિના સુધી જ ચાલી હતી. ફરી એકવાર 1999માં વાજપેયી ત્રીજીવાર વડાપ્રધાન બન્યા હતાં અને પોતાનો કાર્યકાળ 5 વર્ષનો પૂરો કર્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news