કાશ્મીર મુદ્દે UNSCની આજે 'બંધ બારણે' ચર્ચા, મોટા ભાગના દેશો ભારતના પક્ષમાં
કાશ્મીરમાં હાલની સ્થિતિ અને ઘટનાક્રમને લઈને ચીનના આગ્રહ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આજે એક અનૌપચારિક બેઠક યોજાશે.
Trending Photos
સંયુક્ત રાષ્ટ્ર: કાશ્મીરમાં હાલની સ્થિતિ અને ઘટનાક્રમને લઈને ચીનના આગ્રહ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આજે એક અનૌપચારિક બેઠક યોજાશે. જેમાં આ મુદ્દે પરિષદના સભ્યો વચ્ચે (ક્લોઝ ડોર) મંત્રણા થશે. આ જાણકારી સુરક્ષા પરિષદના એક રાજનયિકે આપી. રાજનયિકે કહ્યું કે ચીને એક પત્રમાં આ બેઠક બોલાવવાનો આગ્રહ કર્યો. ચીને બુધવારે પરિષદની અનૌપચારિક ભલામણ દરમિયાન આ અંગે આગ્રહ કર્યો હતો.
રાજનયિક જણાવ્યું કે આ બેઠકનું સ્વરૂપ ક્લોઝ્ડ ડોર કન્સલ્ટેશન (સમૂહના સભ્યો વચ્ચે મંત્રણા) હશે. જેમાં પાકિસ્તાનનું સામેલ થવું અશક્ય છે. બંધ બારણે આ બેઠકમાં ગુપ્ત મંત્રણા કરાશે જેનું પ્રસારણ કરાશે નહીં. તેનો અર્થ એ કે પત્રકારો ત્યાં સુધી પહોંચી શકશે નહીં.
રાજનયિકે જણાવ્યું કે ચીન ઈચ્છતો હતો કે ગુરુવારે જ આ મુદ્દે વિચાર વિમર્શ થાય પરંતુ પહેલેથી નક્કી કાર્યક્રમ મુજબ આ દિવસે કોઈ બેઠક ન હતી આથી બેઠક શુક્રવારે યોજાઈ રહી છે. રાજનયિકે કહ્યું કે સુરક્ષા પરિષદના અધ્યક્ષ જોઆના રોનેકાનું કાર્યાલય બેઠકને લઈને કામ કરી રહ્યું હતું કે ક્યારે આ બેઠકનું આયોજન કરવામાં આવે.
ભારત સરકાર દ્વારા બંધારણની કલમ 370 અને 35એ હટાવાયા બાદ પાકિસ્તાને UNSCને કાશ્મીર મુદ્દે બેઠક બોલાવવાની માગણી કરી હતી. હકીકતમાં કલમ 370 અને 35એની જોગવાઈઓ હેઠળ જ જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલો હતો.
જુઓ LIVE TV
સુરક્ષા પરિષદમાં સામેલ ચીનને છોડીને બાકીના ચારેય સ્થાયી સભ્યોએ પ્રત્યક્ષ રીતે ભારતના કાશ્મીરના અંગેના એ વલણનું સમર્થન કર્યું છે કે આ વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે. અમેરિકાએ પણ કહ્યું છે કે કાશ્મીર અંગે હાલનો ઘટનાક્રમ ભારતનો આંતરિક મામલો છે.
બુધવારે સીરિયા અને મધ્ય આફ્રિકા અંગે વિચાર વિમર્શ હતો પરંતુ ચીને પરિષદને પત્ર લખીને પાકિસ્તાનનો મુદ્દો ચર્ચામાં લેવાનો આગ્રહ કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે