Assembly Elections Result 2018 : સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી, બંને સાથે મળીને કરશે પ્રેસ કોન્ફરન્સ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે બપોરે યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધને મળવા માટે તેમના નિવાસસ્થાન પહોંચ્યા છે. એવું મનાઈ રહ્યું છે કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ભેગા મળીને બપોરે 2.30 કલાકે પત્રકાર પરિષદ યોજશે 

Assembly Elections Result 2018 : સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી, બંને સાથે મળીને કરશે પ્રેસ કોન્ફરન્સ

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટમીમાં અત્યાર સુધીના ટ્રેન્ડમાં કોંગ્રેસનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. છત્તીસગઢમાં સંપૂર્ણ બહુમત મેળવી લીધો છે, જ્યારે રાજસ્થાનમાં તેને અપક્ષોના ટેકાની જરૂર પડે એવું જણાઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. 

આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે બપોરે યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધને મળવા માટે તેમના નિવાસસ્થાન પહોંચ્યા છે. એવું મનાઈ રહ્યું છે કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ભેગા મળીને બપોરે 2.30 કલાકે પત્રકાર પરિષદ યોજશે. 

અત્યાર સુધીનો ટ્રેન્ડ જોઈએ તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 109, ભાજપ 111 , બીએસપી-4 અને અપક્ષો 6 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. આ દરમિયાન સપા અને બસપાએ કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. અહીં બહુમત માટે 116 ધારાસભ્યો જરૂરી છે. 

રાજસ્થાનમાં ભાજપ 99, કોંગ્રેસ 74, બીએસપી 5 અને અપક્ષો 21 સીટ પર આગળ ચાલી રહ્યા છે. અહીં બહુમત માટે 100 સીટ જોઈએ છે. 

છત્તીસગઢમાં કોંગ્રેસ એકલા હાથે સત્તા મેળવી લેવાની છે. અહીં કોંગ્રેસ 65, ભાજપ 18 અને અજીત જોગીની પાર્ટીને 6 તથા અપક્ષોને 1 બેઠક મળે એવી સંભાવના છે. 

રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ આ પ્રથમ એવી મોટી ચૂંટણી છે, જેમાં કોંગ્રેસનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક નવો પ્રાણ ફૂંકાઈ ગયો છે અને ઉત્સાહનો નવો સંચાર થયો છે. 

આ પરિણામ આગામી 2019ની લોકસભા ચૂંટણી પર ચોક્કસ અસર નાખશે એમાં કોઈ બેમત નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news