મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા સાથે J-Kમાં પણ વિધાનસભા ચૂંટણીનું આયોજન

મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણાની સાથે જ જમ્મુ કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવી શકે છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી થાય તેવી શક્યતા છે. સુત્રો અનુસાર આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવી શકે છે.
મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા સાથે J-Kમાં પણ વિધાનસભા ચૂંટણીનું આયોજન

નવી દિલ્હી : મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણાની સાથે જ જમ્મુ કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવી શકે છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી થાય તેવી શક્યતા છે. સુત્રો અનુસાર આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવી શકે છે.

પ્રશાંત કિશોર મમતા બેનર્જી માટે ફુંક્યો શંખ, TMCને મજબુત કરવા આવું આયોજન
ભાજપ સક્રિય
ભલે હાલમાં સાથે વિધાનસભા ચૂંટણી કરાવવાની વાત ચાલી રહી હોય, જો કે ભાજપ સંપુર્ણ એક્ટિવ મોડમાં છે. ભાજપે જમ્મુ કાશ્મીરની રાજનીતિક  સ્થિતી પર ચર્ચા કરવા અને વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારી અંગે મંગળવારે પોતાની જમ્મુ કાશ્મીર એકમની કોર ગ્રુપની બેઠક બોલાવી છે. મળતી માહિતી અનુસાર, આ બેઠકમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, ભાજપ મહાસચિવ રામ માધવ, જમ્મુ કાશ્મીરનાં પ્રદેશ અધ્યક્ષ રવીંદ્ર રૈના અને રાજ્યનાં અન્ય નેતાઓ પણ ભાગ લેશે. એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે, જમ્મુ કાશ્મીરમાં 10 હજાર વધારેનાં સુરક્ષા જવાનોને ફરજંદ કરવા પાછળનો મુખ્ય હેતું વિધાનસભા ચૂંટણી છે. 

ચંદ્રયાન-2ને સીધુ જ મોકલવાને બદલે વૈજ્ઞાનિકો આટલું ગોળ ગોળ કેમ ફેરવે છે?
ત્રણ રાજ્યોમાં ચૂંટણી અટકળ
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી નિર્ધારિત સમય પહેલા થાય તેવા અહેવાલો આવ્યા હતા. જેથી મહારાષ્ટ્ર અને હરિયાણાની સાથે જ ઝારખંડમાં પણ ચૂંટણીનું આયોજન થાય તેવી શક્યતા હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બરે પુર્ણ થઇ રહ્યો છે. જ્યારે મહારાષ્ટ્રનો 11 નવેમ્બરે કાર્યકાળ પુર્ણ થઇ રહ્યો છે. જો કે ઝારખંડનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2020માં પુર્ણ થાય છે. સુત્રો અનુસાર અહીં સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ અથા ઓક્ટોબરનાં પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી શકે છે. જ્યારે નવેમ્બર સુધીમાં ચૂંટણીની પ્રક્રિયા પુર્ણ કરી લેવામાં આવશે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીનાં એક ડોઢ મહિના બાદ ઝારખંડમાં અલગથી ચૂંટણી કરાવવાનું કોઇ ઔચિત્ય નહી હોવાના કારણે ત્રણેય રાજ્યોમાં એક સાથે ચૂંટણી આયોજીત કરવા અંગે સંમતી સધાઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news