પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત ફરી લથડી, ગૃહમંત્રી પહોંચ્યા AIIMS

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીની છેલ્લા કેટલાક દિવસથી તબિયત ખરાબ છે અને તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવેલા છે 
 

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત ફરી લથડી, ગૃહમંત્રી પહોંચ્યા AIIMS

નવી દિલ્હી: ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ છે. તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવેલા છે, જ્યાં તબીબો તેમના આરોગ્ય પર સતત નજર રાખી રહ્યા છે. મોડી રાત્રે તેમની તબિયત ફરીથી લથડતાં ભાજપના નેતાઓ AIIMS દોડી આવ્યા છે.

અરૂણ જેટલીની તબિયત જાણવા માટે મોડી રાત્રે ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન પહોંચી ચૂક્યા છે. સવારે રાષ્ટ્રપતિ રામનાથ સિંહ પણ જેટલીની તબિયત અંગે માહિતી મેળવી હતી. મોડી સાંજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જેટલીના ખબર-અંતર પુછવા માટે આવ્યા હતા. 

અરૂણ જેટલીને 9 ઓગસ્ટના રોજ છાતીમાં દુખાવા અને ગભરામણની ફરિયાદ પછી AIIMS લઈ જવાયા હતા. એ સમયે પણ ભાજપના દિગ્ગજ નેતાઓ તેમની તબિયત પુછવા માટે AIIMS દોડી આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અરૂણ જેટલીના ખબર-અંતર પુછવા માટે દોડી આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, મે, 2018માં જેટલીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. ત્યાર પછી જેટલીને ડાબા પગમાં સોફ્ટ ટિશ્યુ કેન્સર થયું હતું, જેની સર્જરી માટે તેઓ ચાલુ વર્ષના પ્રારંભમાં અમેરિકા પણ ગયા હતા. તબિયત ખરાબ થવાના કારણે તેમણે 2019ની લોકસભા ચૂંટણી લડી ન હતી અને સાથે જ મંત્રીમંડળમાં જોડાવાનો પણ તેમણે ઈનકાર કરી દીધો હતો. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news