અમદાવાદ: ડોક્ટરના ત્રિકોણીય પ્રેમ સંબંધનો વધુ એક વિવાદ થયા બાદ ધરપકડ

અમદાવાદમાં ડોકટરની ત્રિકોણીય પ્રેમ સંબંધનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સોલામાં વિવાદસ્પદ ડોકટર ડો.રાજ સોનીની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર ધાકધમકી આપતા ડો.રાજ સોની વિરૂધ્ધ વધુ એક ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમા નોંધાઈ હતી. ત્યારે અત્યાર સુધીમા ધાકધમકીના કેસમાં ચાર ફરિયાદ નોધાઇ છે. 

અમદાવાદ: ડોક્ટરના ત્રિકોણીય પ્રેમ સંબંધનો વધુ એક વિવાદ થયા બાદ ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં ડોકટરની ત્રિકોણીય પ્રેમ સંબંધનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સોલામાં વિવાદસ્પદ ડોકટર ડો.રાજ સોનીની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર ધાકધમકી આપતા ડો.રાજ સોની વિરૂધ્ધ વધુ એક ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમા નોંધાઈ હતી. ત્યારે અત્યાર સુધીમા ધાકધમકીના કેસમાં ચાર ફરિયાદ નોધાઇ છે. 

મહિલા તબબીને લઈ ડો.રાજ સોની અને ડો.રશેષ વચ્ચે થયેલ વિવાદ વચ્ચે પોલીસે ફરી ડોકટર રાજ સોનીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. રશિયામાં એમબીબીએસનો અભ્યાસ પૂરો કરીને અમદાવાદ આવેલી યુવતીને 1 વર્ષ કરતાં પણ વધારે સમયથી હેરાન પરેશાન કરતા રોમિયો ડોક્ટર રાજ સોનીની સોલા હાઈકોર્ટ પોલીસે થોડા દિવસો પહેલા ધરપકડ કરી હતી.

પાટણમાં મેઘરાજાની તોફોની બેટીંગ, હારીજમાં 7 ઇંચ વરસાદથી શાળા પાણીમાં ગરકાવ

રાજ અને મહિલા તબીબ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદ અંગે મહિલા તબીબે સોલા હાઈકોર્ટ અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ડો.રાજ સોની વિરુદ્ધ 3 ફરિયાદ નોંધાવી ચુકી છે. અને જેમાં ધરપકડ પણ થઇ ચુકી છે. ત્યારે હવે ફરી એક વખત મહિલા ડોકટર જે ડોક્ટરને ત્યાં નોકરી કરે છે. તે ડોકટરને ધાકધમકી આપવા બદલ સોલા પોલીસસ્ટેશનમાં ડોક્ટર રાજ સોની સામે વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં રાજ સોનીની સોલા પોલીસે ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news