નાણા મંત્રી તરીકે અરુણ જેટલીના આ 10 ક્રાંતિકારી નિર્ણયો, ઈતિહાસમાં નોંધાઈ ગયા

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું છે. 9 ઓગસ્ટના રોજથી તેઓ એમ્સમાં દાખલ હતાં. બપોરે 12:07 વાગે તેમણે 66 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા.

નાણા મંત્રી તરીકે અરુણ જેટલીના આ 10 ક્રાંતિકારી નિર્ણયો, ઈતિહાસમાં નોંધાઈ ગયા

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું છે. 9 ઓગસ્ટના રોજથી તેઓ એમ્સમાં દાખલ હતાં. બપોરે 12:07 વાગે તેમણે 66 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. દેશમાં જીએસટી સ્વરૂપમાં 'એક દેશ એક કર' આપવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. વ્યવસાયે તેઓ સફળ વકીલ અરુણ જેટલીએ રાજકીય જીવનમાં પણ ખુબ પ્રતિષ્ઠા મેળવી. 2014માં પહેલીવાર સત્તામાં આવ્યાં તો નાણા મંત્રાલયની જવાબદારી અરુણ જેટલીને મળી હતી. નાણામંત્રી હતાં ત્યારે તેમણે દેશની અર્થવ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને બ્લેકમની વિરુદ્ધ અનેક મહત્વના નિર્ણયો લીધા. નોટબંધી અને GST તેમાના પ્રમુખ છે. જાણો બીજા મહત્વના નિર્ણયો અંગે...

1. અરુણ જેટલી નાણામંત્રી હતાં ત્યારે તેમણે GST લાગુ કર્યો. સમગ્ર દેશમાં પહેલી જુલાઈ 2017થી GST કાયદો લાગુ થયો હતો. 

2. તેમના કાર્યકાળમાં જ IBC  (Insolvency and Bankruptcy Code, 2016) કોડ લાગુ કરાયો હતો. 

જુઓ VIDEO 

3. તેમના કાર્યકાળમાં નવેમ્બર 2016માં નોટબંધીનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. 

4. તેઓ નાણા મંત્રી હતાં ત્યારે રેલવે બજેટને તેમણે સામાન્ય બજેટમાં સામેલ કરી દીધુ હતું. તે અગાઉ રેલવે બજેટ અને સામાન્ય બજેટ અલગ અલગ રજુ થતું હતું. 

5. તેમણે બજેટ રજુ કરવાની તારીખમાં ફેરફાર કર્યો. પહેલા બજેટ ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખે રજુ કરાતું હતું. પરંતુ અરુણ જેટલીએ તેને એક મહિના અગાઉ એટલે કે પહેલી ફેબ્રુઆરીના રોજ બજેટની તારીખ કરી નાખી. 

જુઓ LIVE TV

6. રોકાણકારોને આકર્ષવા અને રોકાણ વધારવા માટે તેમણે પોતાના કાર્યકાળમાં FDIના નિયમોને સરળ બનાવ્યાં. તેનાથી વિદેશી રોકાણકારો મોટી સંખ્યામાં ભારતમાં રોકાણ કરવા લાગ્યાં. 

7. નાણા મંત્રીએ પોતાના કાર્યકાળમાં મોંઘવારી દરને 7.2 ટકાથી ઘટાડીને 2.9 સુધી પહોંચાડ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક સભામાં પણ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે 2019ની લોકસભા ચૂંટણીમાં મોંઘવારીનો કોઈ મુદ્દો નહતો. 

8. તેમના શાસનકાળમાં વડાપ્રધાન જનધન એકાઉન્ટ યોજનાની શરૂઆત કરાઈ. આજે વર્તમાનમાં 40 કરોડથી વધુ જનધન એકાઉન્ટ છે. આ એકાઉન્ટમાં 1 લાખ કરોડથી વધુ રૂપિયા જમા છે. આ સાથે જ સરકારની તમામ યોજનાઓનો લાભ લાભાર્થીના એકાઉન્ટમાં જ જાય છે. તેનાથી કમિશન ખાનારાઓ પર રોક લાગી ગઈ. 

9. બેંક પર NPAનો બોજ ઓછો કરવાની દિશામાં તેમણે પોતાના શાસનકાળમાં અનેક મોટા નિર્ણય લીધા. આ સાથે ખોટ સામે ઝઝૂમી રહેલીબેંકોમાં કન્સોલિડેશનનો સિલસિલો પણ તે સમયે શરૂ થયો. 

10. આ બધા ઉપરાંત બ્લેકમની વિરુદ્ધ, બેનામી સંપત્તિ વિરુદ્ધ, રાજકોષીય મજબુતાઈની દિશામાં કામ, આધારની સાથે ડાઈરેક્ટ બેનિફિટ સ્કીમ લાગુ કરવી, મોનિટરી પોલીસી કમિટી બનાવવામાં યોગદાન જેવા અનેક સરાહનીય કામ તેમણે નાણા મંત્રી હતાં ત્યારે કર્યાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news