પ્રેમસંબંધના લીધે પહેલાં પણ અપરાધી બન્યા છે સેનાના અધિકારીઓ, જાણો 5 પ્રેમકહાણીઓ

આ પહેલાં પણ અલગ-અલગ સમયે આ પ્રકારના ઘણા કેસ ચર્ચામાં આવ્યા છે. શૈલજા હત્યાકાંડ પહેલાં એવા ઘણા ચર્ચિત કિસ્સા થયા છે જેમાં આર્મી અધિકારીઓએ પ્રેમ સંબંધમાં હથિયાર ઉઠાવ્યા છે. 

પ્રેમસંબંધના લીધે પહેલાં પણ અપરાધી બન્યા છે સેનાના અધિકારીઓ, જાણો 5 પ્રેમકહાણીઓ

નવી દિલ્હી: દિલ્હીમાં એકતરફી પ્રેમના મામલે સાથી અધિકારીની પત્ની શૈલજા દ્વ્રીવેદીની હત્યાના આરોપમાં સેનાના એક મેજરની ધરપકડ ભારતીય સશસ્ત્ર બળોના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો નથી જે તેમના કથિત અનુચિત આચરણ સાથે સંકળાયેલો છે. આ પહેલાં પણ અલગ-અલગ સમયે આ પ્રકારના ઘણા કેસ ચર્ચામાં આવ્યા છે. શૈલજા હત્યાકાંડ પહેલાં એવા ઘણા ચર્ચિત કિસ્સા થયા છે જેમાં આર્મી અધિકારીઓએ પ્રેમ સંબંધમાં હથિયાર ઉઠાવ્યા છે.

1959 નાણાવટી કેસ: 27 એપ્રિલ, 1959ના રોજ નૈસેના કમાંડર કે એમ નાણાવટીએ પોતાની પત્નીના પ્રેમી પ્રેમ આહુજાની હત્યા કરી દીધી હતી. આ કેસમાં નાણાવટી પર કેસ ચાલી રહ્યો છે. જૂરીએ પહેલાં નાણાવટીને નિર્દોષ જાહેર કર્યા પરંતુ મુંબઇ હાઇકોર્ટે ચૂકાદાને નકારી કાઢી નાખ્યો હતો અને કેસની ફરીથી સુનાવણી થઇ હતી. આ મામલો ભારતમાં જૂરી દ્વારા સુનાવણી કરવામાં આવેલ અંતિમ મામલામાંથી એક હતો. મુંબઇની રાજ્યપાલ વિજયલક્ષ્મી પંડિતે નાણાવટીને માફી આપી દીધી હતી. આ કેસ પર ઘણા પુસ્તકો લખવામાં આવ્યા છે અને ફિલ્મો બની છે. 

1982 સિકંદ હત્યા કેસ: લેફ્ટિનેંટ કર્નલ એસ જે ચૌધરીને નિચલી કોર્ટે 2 ઓક્ટોબર, 1982ના રોજ દિલ્હીના બિઝનેસમેન કિશન સિકંદની હત્યાના કેસમાં 26 વર્ષની સુનાવણી બાદ ઉંમર કેદની સજા સંભળાવી હતી. ત્યારબાદ તેમને હાઇકોર્ટે મુક્ત કરી દીધા હતા અને હત્યાના આરોપોને પણ ખતમ કરી દીધા હતા. ફરિયાદીપક્ષના અનુસાર પોતાની પત્ની સાથે સિકંદની નિકટતાના લીધે તે નારાજ હતા. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે સિકંદની હત્યા માટે જે પાર્સલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પાકિસ્તાનમાં બન્યો હતો અને 1971માં યુદ્ધમાં જીત બાદ ભારતીય સેનાએ તેને જપ્ત કરી લીધો હતો. 

2007 કેપ્ટન મેઘા રાજદાનનું મોત: પોતાના પતિ કેપ્ટન ચૈતન્ય ભાટવડેકરના લગ્નેત્તર સંબંધના લીધે એક જુલાઇ 2007ના રોજ જમ્મૂના કુંજાવાની સૈન્ય શિબિરમાં સ્થિત પોતાના આધિકારીક આવાસમાં કેપ્ટન મેઘા રાજદાને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે ચૈતન્યને શંકા હતી કે તેના પ્રેમ સંબંધ વિશે મેઘાને ખબર પડી ગઇ છે તો તેણે પોતાની પત્ની પાસે કથિત રૂપે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું હતું.

2008 નીરજ ગ્રોવર હત્યા કેસ: પોલીસે મારિયા સુસાઇરાઝ અને તેના મંગેતર નૌસેના અધિકારી એમિલ જેરોમને નીરજ ગ્રોવરની હત્યા માટે ધરપકડ કરવામાં આવી હતી. જેરોમને શંકા હતી કે મારિયા અને ગ્રોવર વચ્ચે અફેર ચાલી રહ્યું છે. જેરોમ અને મારિયાએ ગ્રોવરની લાશના ટુકડા કરી દીધા હતા. 

2018 મેજરની પત્નીની હત્યા: ઉત્તર પ્રદેશના મેરઠથી 23 જૂનના રોજ રાત્રે 40 વર્ષીય મેજર નિખિલ હાંડાને સાથી અધિકારીની પત્ની શૈલજા દ્વીવેદીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી. પોલીસે દાવો કર્યો કે હાંડા શૈલજા સાથે એકતરફી પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. આરોપી પોતે પરણિત હતો અને તેને બે બાળકો છે. 

અમૃતસરની રહેવાસી શૈલજા મિસેજ અર્થ સ્પર્ધા જીતી ચૂકી છે. 23 જૂનના રોજ તેની હત્યા થઇ. તેના એક દિવસ પહેલાં એટલે કે 22 જૂનના રોજ તેણે ફેસબુક પર પોતાની અંતિમ પોસ્ટ લખી હતી. તેમાં લખ્યું હતું કે 'જ્યારે તમારી જીંદગીમાં ખૂબ રંગ ભરેલા હોય, તેમછતાં તે યાદ રહેવું જોઇએ કે દરેક વસ્તુ બ્લેક એન્ડ વ્હાઇટમાં આવે છે...' આ સાથે શૈલજાએ એક ફોટો પણ શેર કર્યો હતો. 

(ઇનપુટ ભાષામાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news