લિપુલેખ વિવાદ પર આર્મી ચીફનું મોટું નિવેદન, કહ્યું - નેપાળે કોઈ બીજાના કહેવા પર ઉઠાવ્યો વાંધો

આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ શુક્રવારે આડકતરી રીતે ચીનની ભૂમિકા પર સંકેત આપતા કહ્યું કે, આ માનવાનું કારણ છે કે, ઉત્તરાખંડમાં લિપુલેખ પાસ તરફ ભારતનો માર્ગ બનાવવા પર નેપાળે કોઈ બીજાના કહેવા પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચીની સેના સાથે તાજેતરના સંઘર્ષ પર ભારતીય સૈન્ય સતત સમાધાન કરી રહ્યું છે.
લિપુલેખ વિવાદ પર આર્મી ચીફનું મોટું નિવેદન, કહ્યું - નેપાળે કોઈ બીજાના કહેવા પર ઉઠાવ્યો વાંધો

નવી દિલ્હી: આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ શુક્રવારે આડકતરી રીતે ચીનની ભૂમિકા પર સંકેત આપતા કહ્યું કે, આ માનવાનું કારણ છે કે, ઉત્તરાખંડમાં લિપુલેખ પાસ તરફ ભારતનો માર્ગ બનાવવા પર નેપાળે કોઈ બીજાના કહેવા પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચીની સેના સાથે તાજેતરના સંઘર્ષ પર ભારતીય સૈન્ય સતત સમાધાન કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રક્ષા મંત્રી રાજનાથસિંહે ગત સપ્તાહ ઉત્તરાખંડમાં 17 હજાર ફૂટની ઊંચાઈએ ચીનની સરહદ સાથે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ 80 કિલોમીટરના આ રસ્તાનું ઉદઘાટન કર્યું હતું. નેપાળે શનિવારે રસ્તાના ઉદ્ઘાટન પર વાંધો ઉઠાવતા કહ્યું હતું કે 'એકપક્ષી કાર્યવાહી' બોર્ડર સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે બંને દેશો વચ્ચેના કરારની વિરુદ્ધ છે.

આર્મી ચીફે ઈશારામાં ચીન પર કર્યો હુમલો
ભારત દ્વારા લિપુલેખ-ધારચુલા માર્ગની તૈયારી કરવા પર નેપાળ દ્વારા વાંધો ઉઠાવવાના સવાલ પર જનરલ નરવણે કહ્યું કે, પડોશી દેશનો જવાબ ચોંકાવનારો છે. સેના પ્રમુખે કહ્યું, "કાલી નદીની પૂર્વ તરફની બાજુ તેઓની છે. અમે બનાવેલો રસ્તો નદીની પશ્ચિમમાં છે. તેમાં કોઈ વિવાદ નથી. મને ખબર નથી કે તેઓ કંઇ વસ્તુ માટે વિરોધ કરી રહ્યા છે." " તેમણે કહ્યું, "ભૂતકાળમાં ક્યારેય કોઈ મુશ્કેલી ઉભી થઈ નથી. એવું માનવાનાં કારણો છે કે તેણે કોઈ બીજાના કહેવાથી આ મામલો ઉઠાવ્યો છે અને તેની ઘણી સંભાવનાઓ છે."

ભારત અને ચીનના સૈનિકોના આમને-સામને આવતા સવાલો પર આપ્યો આ જવાબ
ભારત અને ચીનના સૈનિકો બે પ્રસંગ પર આમને સામને આવે તે અંગેના સવાલ પર સૈન્ય પ્રમુખે કહ્યું કે આ બંને કેસ એકબીજા સાથે સંબંધિત નથી. તેમણે કહ્યું, "અમે કેસ-બાય-કેસના આધારે તેમની સાથે કાર્યવાહી કરીએ છીએ. મને આ તણાવમાં કોઈ સમાન બંધારણ દેખાતું નથી." બે મોરચા પર યુદ્ધના મુદ્દે તેમણે કહ્યું કે આ એક સંભાવના છે અને દેશે આવી સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. તેમણે કહ્યું, "આ એક સંભાવના છે. એવું નથી કે આ દર વખતે આવું થવા જઈ રહ્યું છે. આપણે જે પણ આફતો, જુદા જુદા દૃશ્યો સામે આવી શકે તે માટે સાવધ રહેવું જોઈએ."

જનરલ નરવણેએ કહ્યું કે, પરંતુ આ માની લેવું કે તમામ મામલે બંને મોરચા 100 ટકા સક્રિય થઈ જશે, મને લાગે છે કે આ કલ્પના કરવી તે યોગ્ય રહેશે નહીં. બે મોરચા પર યુદ્ધનો સામનો કરવાની વાત છે તો તેમાં હંમેશા એક પ્રાથમિકતાવાળો મોરચો હશે અને બીજો ઓછો પ્રાથમિકતાવાળો. અમે બેંને મોરચે પર ખતરાની સાથે સામનો કરવા આ રીતે જોઇએ છીએ.

ટુર ઓફ ડ્યુટી (ટીઓડી) પૂર્વધારણા હેઠળ આર્મીમાં ત્રણ વર્ષ યુવાનોની ભરતીના પ્રસ્તાવ અંગે આર્મી ચીફે જણાવ્યું હતું કે, શાળા અને ક કોલેજના વિદ્યાર્થીઓ તરફથી મળેલા પ્રતિસાદ પછી આ વિચાર આવ્યો છે કે, તેમને આર્મીમાં કાયમી કમિશન લીધા વગર સૈન્યની જિંદગીનો અનુભવ કરવા માગે છે. જનરલ નરવણે કહ્યું કે, ટીઓડીથી સેનાને તેની પેન્શન અને અન્ય આપવામાં આવતા લાભો પરનો ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news