જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર આર્મી ચીફ નરવણે, સેનાને કહ્યું- પાકની નાપાક હરકતોનો આપો વળતો જવાબ


જમ્મૂ-કાશ્મીરના પ્રવાસે ગયેલા સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ કમાન્ડરોને આદેશ આપ્યો કે જો પાકિસ્તાની સેના એલઓસી પર કોઈ ઉશકેરવા વાળી કાર્યવાહી કરે તો તેને આક્રમક જવાબ આપવામાં આવે. 

જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર આર્મી ચીફ નરવણે, સેનાને કહ્યું- પાકની નાપાક હરકતોનો આપો વળતો જવાબ

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા સીઝફાયર ઉલ્લંઘન વચ્ચે આર્મી ચીફ એમએમ નરવણે નગરોટામાં છે. આર્મી ચીફ ત્યાં સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા લેવા પહોંચ્યા છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓ તેમને સ્થિતિની માહિતી આપશે સાથે એલઓસી પર આતંકવાદીઓની ઘુષણખોરી કરાવવાના પાકિસ્તાનના પ્રયોત્નો વિશે પણ જણાવશે. 

સેનાના સૂત્રોએ જણાવ્યું, સૈન્ય કમાન્ડર અહીં પાકિસ્તાનના પ્રવાસોને બેઅસર કરવા માટે સેના દ્વારા કરવામાં આવેલા ઉપાયોની પણ સમીક્ષા કરશે. સેના પ્રમુખ જનરલ એમએસ નરવણેએ કમાન્ડરોને સ્પષ્ટ સુચના આપી છે કે જો પાકિસ્તાની સેના એલઓસી પર ઉશકેરવાનો પ્રયત્ન કરે તો તેનો આક્રમક જવાબ આપવામાં આવે. 

— ANI (@ANI) February 18, 2020

'પીઓકેના ટેરર કેમ્પોથી ઘુસવાની તૈયારી'
બીજીતરફ કાશ્મીર સ્થિત 15મી કોરની વ્યૂહાત્મક  કમાનના મુખિયા લેફ્ટિનેન્ટ જનરલ કંવલ જીત સિંહ ઢિલ્લને જણાવ્યું છે કે પાક અધિકૃત કાશ્મીરમાં ટેરરિસ્ટ કેમ્પ સંપૂર્ણ રીતે ભરાયેલા છે. પાકિસ્તાન સીઝફાયર ઉલ્લંઘન કરવાની આડમાં આતંકવાદીઓને ભારતની સરહદમાં ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ ભારતીય સેના તરફથી આક્રમક જવાબ આપવામાં આવી રહ્યો છે. લેફ્ટિનેન્ટ જનરલ ઢિલ્લને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઘાટીમાં શાંતિ ભંગ કરવાની પોતાની ચાલ સફળ થઈ શકશે નહીં. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news