કોઇ પણ સ્થિતીને વહોંચી વળવા માટે તૈયાર રહો: સેના પ્રમુખ

જનરલ બિપિન રાવતે જમ્મુ કાશ્મીરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા પર રહેલી અગ્રીમ ચોકીઓ અને રાજસ્થાન બોર્ડરની કેટલીક ચોકીઓ પર આ નિર્દેશ આપ્યો છે

કોઇ પણ સ્થિતીને વહોંચી વળવા માટે તૈયાર રહો: સેના પ્રમુખ

નવી દિલ્હી : સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે પાકિસ્તાન પર રહેલી સીમા નજીક રહેલા સૈન્ય કર્મચારીઓને વાયુસેનાની સાથે સમન્વયથી કોઇ પણ પરિસ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર રહેવા માટેના નિર્દેશ આપ્યા છે. જનરલ રાવતે જમ્મુ કાશ્મીરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા પર રહેલા અગ્રીમ સ્થળોમાં કેટલીક સીમા ચોકીઓની મુલાકાત બાદ આ નિર્દેશ આપ્યો છે. 

મુલાકાત દરમિયાન સેના પ્રમુખે હાલની સુરક્ષા સ્થિતી અને કોઇ પણ ઘનાની સ્થિતીમાં સેનાની તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી. સેનાએ કહ્યું કે, સેના પ્રમુખે પાકિસ્તાનનાં કોઇ પણ નાપાક મનસુબાઓ નિષ્ફળ કરવા માટે સેનાની ક્ષમતામાં પોતાનો સંપુર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. 

એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તેમણે સૈનિકોનાં ઉંચા મનોબળની સરાહના કરી અને કોઇ પણ સ્થિતીઓને પહોંચી વળવા માટે વાયુસેનાની સાથે નજીકના સમન્વયથી હંમેશા તૈયાર રહેવાનાં નિર્દેશ આપ્યા છે. રાજસ્થાનમાં જનરલ રાવતે બાડમેર અને સુરતગઢ જેવા અગ્રિમ સ્થળોની મુલાકાત લીધા. 

પાકિસ્તાને કોઇ પણ પ્રકારના ખતરાને પહોંચવા માટે અમે તૈયાર વાયુસેના
ભારતીય વાયુસેના (IAF)એ ગુરૂવારે કહ્યું કે પાકિસ્તાને કોઇ પણ પ્રકારનાં ખતરાને પહોંચી વળવા માટે અમારી ઉચ્ચ સ્તરની તૈયારીઓ છે. પાકિસ્તાનનાં નાગરિક ઉડ્યન પ્રાધિકરણનાં એક દસ્તાવેજનાં હવાલાથી આઇએએફએ કહ્યું કે, પાડોશી દેશ ન માત્ર ઓમાન, અફઘાનિસ્તાન અને ચીનની સાથે પોતાનાં હવાઇક્ષેત્રને ખોલ્યું છે અને ભારત-પાકિસ્તાન હવાઇ ક્ષેત્રની નજીક આવેલ 11 પ્રવેશ અને નિકાસ બિંદુ હજી પણ બંધ છે. આઇએએફએ એક નિવેદનમાં કહ્યું કે, હાલનાં સુરક્ષા પરિદ્રશ્યમાં કોઇ પણ ખતરાની આશંકાને પહોંચી વળવા માટે ભારતીય વાયુસેનાની તૈયારીઓ ઉચ્ચ સ્તરની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news