CAA: જાફરાબાદ બાદ ચાંદબાગમાં શાહીન બાગ જેવું પ્રદર્શન, રસ્તા પર ઉતરી મહિલાઓ

જાફરાબાદ પછી ચાંદબાગમાં રસ્તો જામ કરી દેવામાં આવ્યો છે. બંન્ને જગ્યાઓ પર મહિલાઓ રસ્તા પર બેઠી છે. તેના કારણે સીલમપુરથી યમુના વિહાર તરફ જતો ટ્રાફિક અને વજીરાબાદ રોડથી ગાઝિયાબાદ તરફ જતો ટ્રાફિક પ્રભાવિત થઈ રહ્યો છે. 

CAA: જાફરાબાદ બાદ ચાંદબાગમાં શાહીન બાગ જેવું પ્રદર્શન, રસ્તા પર ઉતરી મહિલાઓ

નવી દિલ્હીઃ શાહીન બાગમાં એક તરફ રોડ ખુલ્યો તેનો એક દિવસ પણ થયો નથી પરંતુ હવે નોર્થ ઈસ્ટ દિલ્હીમાં પણ શાહીન બાગ જેવું પ્રદર્શન શરૂ થઈ ગયું છે. અહીં જાફરાબાદ બાદ ચાંદબાગમાં રસ્તો જામ કરી દેવામાં આવ્યો છે. બંન્ને જગ્યાઓ પર મહિલાઓ રસ્તા પર બેઠી છે. તેના કારણે સીલમપુરથી યમુના વિહારી તરફનો ટ્રાફિક અને વજીરાબાદ રોડથી ગાઝિયાબાદની તરફ જતો ટ્રાફિક પ્રભાવિત થઈ રહ્યો છે. 

સિગ્નેચર બ્રિજ સાથે જોડાઇ છે આ રોડ
ચાંદબાગ વિસ્તાર યુમાન વિહારની પાસે આવેલો છે. ત્યાં પ્રદર્શનકારીઓએ વજીરાબાદથી ગાઝિયાબાદની તરફ જતો રસ્તો બ્લોક કરી દીધો છે. હાલ ત્યાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે જ્યારે ગાઝિયાબાદથી વજીરાબાદ તરફ જતો એક રસ્તો ખુલ્લો છે. ચાંદબાગ રોડ બંધ થવાને કારણે વધુ મુશ્કેલી પડી રહી છે, કારણ કે આ રોડ સિગ્નેચર બ્રિજ તરફ જાય છે. 

લોકો રસ્તા પર કેમ છે તે વિશે પૂછવા પર સ્થાનીક નિવાસી ઝબ્બાર મંસૂરીએ કહ્યું કે, સરકાર પર દબાવ વધે જેથી શાહીન બાગમાં વાર્તાકારોને મોકલવામાં આવ્યા, જ્યાં સુધી અમે લોકો રસ્તા પર નહીં ઉતરીએ ત્યાં સુધી સરકાર સાંભળશે નહીં. 

— ANI (@ANI) February 23, 2020

તિરંગો બનાવી રહ્યાં છે લોકો
મોહમ્મદ આકિબ અને નૌશાદ સહિત અન્ય લોકો ત્યાં આવી રહેલા લોકોના ચહેરા પર તિરંગો બનાવી રહ્યાં છે. લોકો પ્રદર્શનમાં સામેલ થતાં પહેલા ચહેરા પર તિરંગો બનાવી રહ્યાં છે. 

આશરે 700 મહિલાઓ રસ્તા પર
મહત્વનું છે કે, નોર્થ ઈસ્ટ દિલ્હીમાં સીએએ, એનઆરસી વિરુદ્ધ પ્રદર્શન તો પહેલાથી ચાલી રહ્યું છે, પરંતુ હવે મહિલાઓ રસ્તા પર છે. હાલ બંન્ને જગ્યાઓ પર મહિલાઓ રોડ પર આવી ગઈ છે. તેમાં જાફરાબાદ અને ચાંદબાગ સામેલ છે. બંન્ને જગ્યાએ આશરે 700 મહિલાઓ પ્રદર્શન કરી રહી છે. 

રસ્તા પર ચા બનાવી રહી છે મહિલાઓ
જાફરાબાદ અને ચાંદબાગ બંન્ને વિસ્તારની આસપાસની માર્કેટ હાલ બંધ કરાવી દેવામાં આવી છે. બંન્ને જગ્યાએ હવે ભીડ વધી રહી છે. ચાંદબાગમાં તો મહિલાઓએ રસ્તા પર વાસણ રાખીને ચા બનાવવાનું શરૂ કરી દીધું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news