370 નાબૂદ થયા પછી કાશ્મીરમાં પહેલું એન્કાઉન્ટર, 16 દિવસ પછી ઘાટીમાં ચાલી ગોળીઓ

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. પોલીસના અનુસાર વિસ્તારને ઘેરી લેવાયો છે 
 

370 નાબૂદ થયા પછી કાશ્મીરમાં પહેલું એન્કાઉન્ટર, 16 દિવસ પછી ઘાટીમાં ચાલી ગોળીઓ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી કલમ-370 નાબૂદ થયા પછી કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે પ્રથમ એન્કાઉન્ટર શરૂ થયો છે. 16 દિવસ પછી ઘાટીમાં ગોળીઓ ચાલી છે. રાજ્યના બારામુલામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર એક અથવા બે આતંકવાદીઓ સામેથી ગોળીબાર કરી રહ્યા છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. 

— ANI (@ANI) August 20, 2019

ઉલ્લેખનીય છે કે, મંગળવારે સવારે 11 વાગ્યાથી કાશ્મીર ખીણના પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરતા ભીષણ ફાયરિંગ કરીને તણાવ પેદા કરવાની કોશિશ કરી હતી. પાકિસ્તાને ભારતીય જવાનોની પોસ્ટને નિશાન બનાવી હતી. આ ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થયો હોવાના અહેવાલ છે. પાકિસ્તાને રહેણાંક વિસ્તારોમાં મોર્ટાર છોડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જવાબમાં ભારતીય સેનાએ પણ વળતો ગોળીબાર કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો.  

5 ઓગસ્ટના રોજ ભારત સરકારે જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરી હતી ત્યારથી લગભગ 16 દિવસ સુધી ઘાટીમાં શાંતિ રહી છે. લાંબા સમય બાદ આતંકવાદીઓએ મંગળવારે પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news