UP: જીત માટે BJP નો મોટો દાવ, બાંકે બિહારીના દર્શન કર્યા બાદ અમિત શાહે શરૂ કર્યું ડોર-ટુ-ડોર કેમ્પેઈન
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી છે જે હેઠળ આજે ભારતીય જનતાપાર્ટી માટે પશ્ચિમ યુપીમાં મહા કેમ્પેઈનનો દિવસ છે.
Trending Photos
મથુરા: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી છે જે હેઠળ આજે ભારતીય જનતાપાર્ટી માટે પશ્ચિમ યુપીમાં મહા કેમ્પેઈનનો દિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વૃંદાવનના બાંકે બિહારી મંદિર પહોંચ્યા અને મંદિરમાં દર્શન બાદ પૂજા કરી.
મથુરામાં શરૂ કર્યું ડોર ટુ ડોર કેમ્પેઈન
વૃંદાવનમાં ઠાકુર બાંકે બિહારીજીના દર્શન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજુબાજુના બજારમાં ભાજપ ઉમેદવારના પક્ષમાં મત માંગ્યા અને પછી મથુરા માટે રવાના થઈ ગયા. મથુરા પહોંચ્યા બાદ અમિત શાહે ડોર ટુ ડોર કેમ્પેઈનની શરૂઆત કરી.
મથુરાની ભવ્યતા પાછી લાવવી એ અમારો સંકલ્પ- અમિત શાહ
મથુરામાં ડોર-ટુ-ડોર કેમ્પેઈનની શરૂઆત કર્યા બાદ અમિત શાહે પ્રભાવી મતદાર સંવાદ કાર્યક્રમ સંબોધિત કર્યો. તેમણે કહ્યું કે હું 2022ની ચૂંટણીમાં મથુરાના તમામ ભાજપ ઉમેદવારોની જીત માટે મત માંગવા આવ્યો છું. આ સાથે જ તેમણે કહ્યું કે મથુરાની દિવ્યતા અને ભવ્યતા પાછી લાવવાનો અમારો સંકલ્પ છે.
યોગી સરકારમાં ડકૈતીમાં 70 અને લૂંટમાં 72 ટકાનો ઘટાડો થયો
મથુરામાં અમિત શાહે કહ્યું કે યોગી સરકારમાં ડકૈતી 70 ટકા અને લૂંટમાં 72 ટકાનો ઘટાડો થયો. તેમણે કહ્યું કે અખિલેશ બાબુના શાસન કરતા ભાજપના શાસનમાં ડકૈતામાં 70 ટકાનો ઘટાડો થયો છે. લૂંટમાં 72 ટકાનો ઘટાડો થયો છે. હત્યામાં 29 ટકાની કમી થઈ છે જ્યારે અપહરણમાં 35 ટકાનો ઘટાડો થયો છે.
યુપીમાં પરિવર્તનનો શ્રેય જનતાને- અમિત શાહ
અમિત શાહે કહ્યું કે વ્રજ ક્ષેત્રની સમસ્ત જનતાનો હું હાથ જોડીને આભાર માનવા ઈચ્છુ છું. કારણ કે ભલે 2014ની ચૂંટણી હોય કે પછી 2017ની કે પછી 2022ની હોય, વ્રજના ડબ્બા જ્યારે ખુલે છે ત્યારે ફક્ત કમળ દેખાય છે. હું વ્રજની જનતાને કહવા આવ્યો છું કે સાડા 7 વર્ષ દેશ અને ઉત્તર પ્રદેશમાં જે પરિવર્તન આવ્યું છે તેનો જો સીધો શ્રેય કોઈને જાય છે તો તે ઉત્તર પ્રદેશની મહાર જનતાને જાય છે. યુપીમાં સપા અને બસપાની સરકારો ચાલી, તે ફક્ત જાતિવાદ અને પરિવારવાદ માટે ચાલી. તૃષ્ટિકરણના આધારે ચાલી, ભ્રષ્ટાચારની અહીં બોલબાલા હતી.
નોઈડામાં પણ અમિત શાહનું ડોર ટુ ડોર કેમ્પેઈન
વૃંદાવન અને મથુરા બાદ અમિત શાહનું આજે બપોરેગૌતમબુદ્ધ નગર જિલ્લાના તુગલપુરમાં ડોર ટુ ડોર કેમ્પેઈન કરવાનો કાર્યક્રમ પ્રસ્તાવિત છે. ત્યારબાદ અમિત શાહ શારદા યુનિવર્સિટીમાં પ્રભાવી મતદાર સંવાદ કાર્યક્રમને સંબોધશે.
गृह मंत्री श्री @AmitShah श्री बांके बिहारी जी मंदिर, वृन्दावन में पूजा-अर्चना करते हुए।
https://t.co/ToP7FniZY1
— BJP (@BJP4India) January 27, 2022
31 જાન્યુઆરીએ સહારનપુરની મુલાકાત લેશે અમિત શાહ
અમિત શાહ આગામી 31 જાન્યુઆરીએ સહારનપુર પહોંચશે અને વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરશે. સહારનપુર પહોંચ્યા બાદ અમિત શાહ પહેલા માતા શાકુંભરી દેવીના દર્શન કરશે અને ત્યારબાદ બેહટ, દેહાત અને નગર વિધાનસભા વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે.
જાટ નેતાઓને મળ્યા અમિત શાહ
આ અગાઉ અમિત શાહ અને પાર્ટીના યુપી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન બુધવારે પશ્ચિમ યુપીના મોટા જાટ નેતાઓને મળ્યા હતા. દિલ્હીથી ભાજપના સાંસદ પ્રવેશ સાહિબ સિંહ વર્માના ઘરે થયેલી આ બેઠકમાં જાટ સમુદાયના લગભગ 250 પ્રભાવશાળી નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકને સામાજિક ભાઈચારા બેઠકનું નામ આપવામાં આવ્યું હતું. બેઠકમાં અમિત શાહે જાટ સમુદાયને સાધવા માટે અનેક મોટી વાતો રજુ કરી હતી.
UP માં સાત તબક્કામાં થશે વિધાનસભા ચૂંટણી
અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં આ વખતે 403 વિધાનસભા બેઠકો પર સાત તબક્કામાં ચૂંટણી થશે અને મતગણતરી 10 માર્ચે થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ રાજ્યના પશ્ચિમી ભાગના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન સાથે થશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કામાં 55 બેઠકો પર, 20 ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર, 23 ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કામાં 60 બેઠકો પર, 27 ફેબ્રુઆરીના રોજ પાંચમા તબક્કામાં 60 બેઠકો પર, ત્રણ માર્ચના રોજ છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર અને સાત માર્ચના રોજ સાતમા અને અંતિમ તબક્કામાં 54 બેઠકો પર મતદાન થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે