અમેરિકન મહિલાનો છઠના ગીત ગાતો આ VIDEO જોઈ તમને વિશ્વાસ નહિ આવે

ક્રિસ્ટીન લગભગ 14 વર્ષોથી ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીત શીખી રહી છે. તે પંડિત જસરાજને મોટા ગુરુજી માને છે. 

અમેરિકન મહિલાનો છઠના ગીત ગાતો આ VIDEO જોઈ તમને વિશ્વાસ નહિ આવે

એક જમાનો હતો જ્યા છઠ મહાપર્વના ગીત બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશ સુધી સીમિત હતા. પરંતુ પ્રવાસી બિહારીઓનો આ પર્વ હવે દેશવિદેશમાં પ્રસરાઈ ગયો છે. હવે છઠના ગીત સાત સમુદ્ર પાર યુરોપ અને અમેરિકાના લોકોને આકર્ષિત કરવા લાગ્યા છે.

આ વીડિયો છે ફ્લોરિડાની રહેનારી ક્રિસ્ટીન ગેજો વિશનો. જેણે ખાસ ઝી મીડિયા માટે કેટલાક સુંદર છઠના ગીતો ગાયા છે. ક્રિસ્ટીન સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કમાંથી જનજાતીય સંગીત શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. આ માટે તેણે દુનિયાના વિવિધ ભાગોની મુલાકાત કરી છે. આ ક્રમમાં તે ભારત આવી હતી. આ દરમિયાન તે છઠ ફેસ્ટિવલથી ખૂબ જ આકર્ષિત થઈ હતી. ક્રિસ્ટીનને સૌથી પહેલા દિવાળીના ગીતો ગાયા હતા. બાદમાં તેના એક ભારતીય મિત્રએ તેને છઠ મહાપર્વ અને છઠ ગીતો વિશે જણાવ્યું હતું. છઠ પર્વ અને તેના ગીતોએ ક્રિસ્ટીનને એટલા આકર્ષિત કર્યા કે, તેણે છઠના ગીતોને પોતાનો અવાજ આપવાનો નિર્ણય કર્યો હતો. 

પંડિત જસરાજને માને છે મોટા ગુરુજી
ક્રિસ્ટીન લગભગ 14 વર્ષોથી ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીત શીખી રહી છે. તે પંડિત જસરાજને મોટા ગુરુજી માને છે. તેણે જણાવ્યું કે, ગત વર્ષ તેમના એક ભારતીય દોસ્તને તેણે દીવાળીના ગીતને ગાતા સાંભળ્યું, તો તેને પણ ગીત ગાવાની સલાહ આપી હતી. સૌથી પહેલા ક્રિસ્ટીની ‘કાંચે રે બાંસ કે બહંગીયા’ ગીતને ગાયું હતું. જેને શીખવા માટે તેના મિત્રએ તેને ઘણી મદદ કરી હતી. હાલ ક્રિસ્ટીનના આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news