દેશના આ મંદિરની નીચે છુપાયેલો છે ખજાનો, સેટેલાઈટ તસવીરોએ આપ્યા સંકેત

Mahabodhi Temple: બિહારના બોધગયા મંદિરની સેટેલાઈટ તસવીરો બતાવે છે કે, મંદિરની આસપાસ અદભૂત પુરાતત્વિય ખજાનો ધરબાયેલો છે 
 

દેશના આ મંદિરની નીચે છુપાયેલો છે ખજાનો, સેટેલાઈટ તસવીરોએ આપ્યા સંકેત

Mahabodhi Temple: બિહારના બોધગયામાં મહાબોધિ મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારમાં વિશાળ વાસ્તુશિલ્પનો ખજાનો હોવાની હાજરી મળી છે. બોધ ગયાની સેટેલાઈટ તસવીરો પરથી આ માહિતી મળી છે. 

યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સ્થળ જાહેર કરાયેલ મહાબોધિ મંદિર પરિસર એ જગ્યા છે, જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધને જ્ઞાન હાંસિલ થયું હતું. આ સ્થળને પવિત્ર માનવામાં આવે છે. બોધગયા બિહારમાં આવેલું છે. બિહારમાં એક મોટા મંદિરના પરિસર અને તેની આસપાસ મોટો ખજાનો દટાયેલો હોવાના સંકેત મળે છે. આ માહિતી સેટેલાઈટ તસવીરો અને જમીની સરવે બાદ મળી છે, જેને એક્સપર્ટસ દ્વારા આપવામાં આવી છે. 

બિહારના બોદ્ધ ગયામાં મહાબોધિ મંદિર પરિસ અને તેની આસપાસ મોટો વાસ્તુશિલ્પ ખજાનો હોવાના પુરાવા મળ્યાં છે. સેટેલાઈટ તસવીરો અને સર્વેક્ષણના માધ્યમથી આ પુરાવા સાંપડ્યા છે. જે સંકેત આપે છે કે, આ વાસ્તુશિલ્પને ખજાનો વિશાળ છે. 

એક રિપોર્ટના અહેવાલથી જણાવાયું કે, અહી ખોદકામની જરૂર છે. મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં માટીની નીચે પુરાતત્વિક ખજનાના પુરાવા મળી આવ્યા છે. કલા, સંસ્કૃતિ અને યુવા વિભાગની મુખ્ય સચિવ હરજોત કૌરે આ વિશેની વધુ માહિતી આપી છે. 

bodh_gaya_zee3.jpg

તેમણે જણાવ્યું કે, આ એક વિશાળ સંપદા છે, જે માટે હવે ખોદકામ કરવાની જરૂર છે. બિહાર હેરિટેજ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા ડાર્ડિફ યુનિવર્સિટીના સહયોગથી કરાયેલા અભ્યાસમાં આ સાઈટ મહત્વની હોવાનું જણાવ્યુ, આર્કિયોલોજી ઓન ધી ફુટસ્ટેપ્સ ઓફ ધી ચાઈનીઝ ટ્રાવેલર ઝુઆનઝેન્ગ નામના આ પ્રોજેક્ટમાં મહાબોધી મંદિર પરિસરની સેટેટાઈલ તસવીરોનું વિશ્લેષણ સામેલ હતું. સાતમી સદીના ચીની બૌદ્ધ સાધુ ઝુઆનઝેન્ગના વર્ણનો સાથે મેળ ખાતી આ શોધ અહી સમૃદ્ધ ઐતિહાસિક સ્થળ હોવાનું સૂચવે છે. 

bodh_gaya_zee4.jpg

શરૂઆતમા 19 મી સદીમાં એલેક્ઝાન્ડર કનિંગહેમ દ્વારા અહી ખોદકામ કરાયું હતું. જેમાં હજી વધુ પદ્ધતિસરના ખોદકામની સંભાવના વ્યક્ત કરાઈ હતી. સેટેલાઈટની તસવીરોમાં સમન્વય આશ્રમ જેવા આધુનિક સ્થળ સહિત ચોરસ અને એકમેકને અડીને બનેલા માળખા દેખાઈ રહ્યાં છે, જે વધુ અવશેષો છુપાયા હોવાની સંભાવના દર્શાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news