Alstomને મળ્યો બેંગલુરુ મેટ્રોના ફેઝ-2નો મોટો પ્રોજેક્ટ

 બેંગલુરુ મેટ્રોના ફેઝ-2 માટે વિદ્યુતીકરણ અને વિજળી પહોંચાડવા માટે કંપની Alstomને કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટ બેંગલોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (બીએમઆરસીએલ)એ આપ્યો છે. વિદ્યુતીકરણની આ કામગીરી બેંગલુરુ મેટ્રોના 33 કિલોમીટર લાંબા ટ્રેક પર ફેઝ-2 અંતર્ગત કરવામાં આવશે.
Alstomને મળ્યો બેંગલુરુ મેટ્રોના ફેઝ-2નો મોટો પ્રોજેક્ટ

નવી દિલ્હી : બેંગલુરુ મેટ્રોના ફેઝ-2 માટે વિદ્યુતીકરણ અને વિજળી પહોંચાડવા માટે કંપની Alstomને કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટ બેંગલોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (બીએમઆરસીએલ)એ આપ્યો છે. વિદ્યુતીકરણની આ કામગીરી બેંગલુરુ મેટ્રોના 33 કિલોમીટર લાંબા ટ્રેક પર ફેઝ-2 અંતર્ગત કરવામાં આવશે.

580 કરોડ રૂપિયાના ખર્ચ થનાર આ પ્રોજેક્ટ Alstomનો ભારતમાં રેલ વિદ્યુતીકરણનો ત્રીજો સૌથી મોટો પ્રોજેક્ટ છે. બેંગલુરુ મેટ્રોના ફેઝ-2 અંતર્ગત ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ કોરિડોર ઉપરાંત અન્ય સ્થાનો સુધી પહોંચ વધશે. તેનાથી રસ્તા પર થતા ટ્રાફિકમાંથી પણ મુક્તિ મળશે.

Alstom આ નવા પાવર સપ્લાયની ટેકનિકને અમલમાં મૂકવા માટે જૂના સિસ્ટમની સાથે જ નવા પાયાગત ઢાંચા પર પણ કામ કરશે. તેમાં સ્કાડા સિસ્ટમનો ઉપયોગ પણ સામેલ હશે. આ પ્રોજેક્ટનું કાર્ય પાંચ ચરણોમાં પૂરુ કરવામાં આવશે. તેના પહેલા પડાવ અંતર્ગત 2019માં જ 6.5 કિલોમીટર મેટ્રો રેલ લાઈનનું કામ સામેલ છે. 

કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર (ભારત અને એશિયા) એલેન સ્પોરના અનુસાર, આ પ્રોજેક્ટ અંતર્ગત અમે અમારા ગ્રાહકોનો લાભદાયક ક્ષમતાઓ અને સમાધાન ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. તો બીએમઆરસીએલના મેનેજિંગ ડાયરેક્ટર અજય શેઠના અનુસાર, જ્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત પહેલી લાઈન શરૂ થશે તો તેનાથી રસ્તા પર થતા ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. તેનાથી પર્યાવરણને પણ ફાયદો પહોંચશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news